હૈદરાબાદઃ દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ દેશભરમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27, 114 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ દેશભરમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27,114 કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 22,123 થયો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 83 હજારથી વધુ છે.
મધ્ય પ્રદેશ
કોરોના વાઈરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દર રવિવારે લોકડાઉન રહેશે. ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરે જણાવ્યું છે કે ઈન્દોરમાં 89 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 5176 થઈ છે. 261 લોકોને ઈન્ફેક્શન લાગ્યું છે અને 3956 લોકો રિકવર થયા છે.
બિહાર
બિહાર હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પટના એઈમ્સને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્ય ગણવામાં આવી છે. શુક્રવારે બિહારમાં 352 નવા કેસ નોંધાયા હતા. રાજ્યામાં કેસનો કુલ આંકડો 14,330 પર પહોંચ્યો છે અને 9792 લોકો રિકવર થયા છે.
ઝારખંડ
રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન છેલ્લા 3 દિવસથી હોમ ક્વૉરન્ટીન હેઠળ છે. તેમને કોવિડ-19નો ટેસ્ટ પણ કરવામાં આવ્યો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યપ્રધાનની તબિયત સારી છે. પ્રધાન મિથિલેશ ઠાકુર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઠાકુરના સંપર્કમાં આવ્યા બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેન હાલ હોમ ક્વૉરન્ટીન હેઠળ છે.
ઉત્તર પ્રદેશ