ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત વિશ્વને એક પરિવાર માને છે, જ્યારે વિશ્વ ભારતને બજાર માને છેઃ કેન્દ્રિય HRD પ્રધાન - આર્ટિકલ 370

કોટાઃ કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખિયલ નિશંક કોટાની મૂલાકાતે ગયા હતા. રવિવારના રોજ સેવાનિવૃત શિક્ષક સમારોહમાં હાજરી આપી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતનું જે વિઝન છે, તે વિશ્વમાં ક્યાંય પણ જોવા નહી મળે. વિશ્વ ભારતને બજાર સમજે છે અને ભારત તેને પરિવાર સમજે છે.

nishank

By

Published : Sep 9, 2019, 1:05 PM IST

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખિયલ નિશંક કોટાની મૂલાકાતે ગયા છે. કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, શિક્ષણ નથી તો જીવનનુ કંઇ અસ્તિત્વ જ નથી. શિક્ષણ ખૂબ જ જરુરી છે. શિક્ષણ એ એવુ મજબૂત હથિયાર છે, જે કોઇપણ પરિસ્થતીને બદલી શકે છે.

ભારતએ દૂનિયાનો વિશ્વ ગુરુ રહ્યો છે. આપણુ શિક્ષણ એટલા માટે શ્રેષ્ઠ હતુ, જ્યારે વિશ્વમાં ક્યાંય પણ વિશ્વવિધાલય ન હતુ. ત્યારે ભારતમાં નાંલદા અને તક્ષશિલા જેવા વિશ્વવિધાલય હતા.એટલે પૂરી દુનિયા અહીં આવીને શિખતી હતી.

ઉપરાંત તેમને કહ્યું કે, વિકાસશીલ દેશ વિશ્વને બજાર માને છે. જ્યારે આપણુ માનવુ છે કે, પરિવારમાં પ્યાર હોય છે જ્યારે બજારમાં વ્યાપાર હોય છે. આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આગળ વધીએ છીએ.

પ્રધાન નિશંકએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાને વિશ્વનાં સૌથી મોટા લોકતંત્રના હેડ માસ્ટર છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં ઇતિહાસ બનાવી દીધો. તેના કાર્યકાળ દરમિયાન વધારે સમય લાંબી લોકસભા ચાલી છે. નવા સાસંદ સભ્યોને બોલવાની તક મળી છે. સૌથી વધારે બીલ લોકસભામાંથી પસાર થયા છે.

ઉપરાંત તેમને કહ્યું કે, એક દેશ એક વિધાનના અર્થને સાકાર કરવા માટે આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યું છે અને આ નિર્ણયને લઇને દેશનો દરેક વ્યક્તિ ગર્વ અનુભવી રહ્યું છે કે, મને પણ હિંદી આવડે છે. પછી તે દક્ષિણમાં રહેતા હોય તો પણ તેની હિંદી સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details