નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતમાં મહિલાઓ પર થયેલી હિંસાની ઘટનાઓ પર યુએનના નિવાસી કો-ઓર્ડિનેટરે કેટલાક ટીકાત્મક નિવેદનો આપ્યા છે. ભારતમાં યુએન નિવાસી કો-ઓર્ડિનેટરને એ ખબર હોવી જોઈએ કે, સરકારે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. આ મામલે તપાસ પણ ચાલુ છે. એવામાં કોઈ પણ બહારની એજન્સી તરફથી આવા નિવેદનોથી બચવું જોઈએ. ભારતનું સંવિધાન દરેક નાગરિકને બરાબર અધિકાર આપે છે. એક લોકતંત્રના રૂપમાં આપણી પાસે સમાજના દરેક વર્ગને ન્યાય મળવાનો ટાઈમ-ટેસ્ટેડ રેકોર્ડ છે.
ભારતમાં મહિલાઓ પરની હિંસા અંગે UN અધિકારીના નિવેદનની ભારતે નિંદા કરી - ભારતે યુએનના અધિકારીઓની નિંદા કરી
યુનાઈટેડ નેશન્સના રેસિડેન્ટ કો-ઓર્ડિનેટરે ભારતમાં મહિલાઓ સાથે થયેલી હિંસાને લઈને આપેલા નિવેદનની ભારતે ટીકા કરી હતી. ભારતે તેમના નિવેદનને અયોગ્ય કહ્યું હતું. વિદેશ મંત્રાલયે યુએનના અધિકારી તરફથી ભારતમાં મહિલાઓ સાથે થયેલી હિંસાને લઈને આવેલા નિવેદનની ટીકા કરતા કહ્યું કે હાલમાં તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. કોઈ પણ બહારની એજન્સી તરફથી આવતા ગેરવ્યાજબી નિવેદનોથી બચવું જોઈએ.
![ભારતમાં મહિલાઓ પરની હિંસા અંગે UN અધિકારીના નિવેદનની ભારતે નિંદા કરી ભારતમાં મહિલાઓની હિંસાને લઈને યુએનનું નિવેદન અયોગ્યઃ ભારતીય વિદેશ મંત્રાલય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9068871-thumbnail-3x2-mea.jpg)
આપને જણાવી દઈએ કે, સોમવારે ભારતમાં યુઆનના એકમે ઉત્તરપ્રદેશના હાથરસ અને બલરામપુરમાં થયેલા દુષ્કર્મ મામલે નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, હાથરસ અને બલરામપુરમાં કથિત દુષ્કર્મ કેસ ફરી એ વાતને યાદ અપાવે છે કે વંચિત સામાજિક સમૂહથી આવનારી બાળકોઓને ઉચ્ચ સ્તર પર લિંગ આધારિત થનારી હિંસાનું જોખમ છે.
હાથરસ ગેંગરેપ કેસને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે અને આને લઈને દરેક જગ્યા પર પ્રદર્શન કરીને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ ઉઠી રહી છે. 19 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેના શરીરમાં ઘણી જગ્યાએ ફ્રેક્ચર પણ હતું. 14 સપ્ટેમ્બરે થયેલી ઘટના બાદ પીડિતાએ 29 સપ્ટેમ્બરે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આ કેસમાં ચાર આરોપી હતા, જેની ધરપકડ કરી લેવામાં આવી છે.