ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-ચાઇના વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ ભિન્ન અને શાંતિ ભંગ કરે તેવો છે - ભારત-ચાઇના વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ

ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધ, 'પ્રાદેશિકતા' ને લગતા જટિલ અને વિવાદિત મુદ્દાઓને લઇ ને સ્પષ્ટ તણાવ અને તાણ હેઠળ છે જે 4000 કિલોમીટર લાંબી સીમાંકન રહિત એલઓએસી (વાસ્તવિક નિયંત્રણની લાઇન) પર ની તાજેતરની ઘટનાઓ સાથે સંબંધિત છે.

a
ભારત-ચાઇના વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ ભિન્ન અને શાંતિ ભંગ કરે તેવો છે

By

Published : May 26, 2020, 11:47 PM IST

Updated : May 27, 2020, 2:18 PM IST

હાલમાં વિવાદીત એલ.ઓ.એસી પાસે ટુકડીઓનું પ્રમાણ સામાન્ય કરતા ઘણું વધારે છે અને ભારતીય મીડિયા અહેવાલોમાં, પૂર્વી લદ્દાખના પાંચ સ્થળોએ લગભગ સામસામે 1200 થી 1500 પીપલ્સ લિબરેશન આર્મી ના સૈનિકો ગતિરોધ માં રોકાયેલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તરના કાંઠાનો પેંગોંગ તળાવ અને ગેલવાન નદી ખીણનો સમાવેશ થાય છે.

જોકે, રાહત ની વાત એ છે કે ભારત અને ચીન બંનેએ કોઈ ઉશ્કેરણીજનક અથવા અસંયમી કહી શકાય તેવુ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ, આ સમજદારી અને સંયમ, તાણને ક્રમશ ઘટાડવા માટે પુરતું છે ?

આ રાજકીય અને લશ્કરી તકરારના વિસ્તરણમાં, બેઇજિંગે પણ જાહેરાત કરી છે કે તે આવતા અઠવાડિયાથી જૂનના પ્રારંભમાં કોવિડ-19 લોકડાઉનને કારણે ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને ' પરત’ બોલવાશે. વિશ્વના અન્ય ભાગોમાં દસ મિલિયનથી વધુ ચીની નાગરિકો 'ફસાયેલા' હોવા છતાં, હાલમાં ભારતમાં રહેલા કેટલાક હજારો ચિની નાગરિકો માટે કરવામાં આવતી આ જોગવાઈને “માત્ર એક જ માટે” તરીકે જોવામાં આવી રહી છે.

આમ, વિશ્વના બે સૌથી મોટા દેશો (વસ્તી વિષયક પ્રમાણે) વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માં અસંતોષ અને વિસંગતતાના સમયગાળો , પ્રારંભિક સમીક્ષા માંગી લે છે , જેમાં આ ગતિરોધ તરફ દોરી જતું કારણ અને નજીકના ભવિષ્યમાં જે સંભવિત સંજોગો ઉભરી શકે તે છે.

ભારત અને ચીને અનુક્રમે 1947 અને 1949 માં આઝાદી મેળવી હતી અને જ્યારે તે બંને જૂની સંસ્કૃતિઓ છે ત્યારે તેમના સમયના સામ્રાજ્ય હોવાનો ઇતિહાસ છે, તે પ્રમાણમાં બન્ને યુવાન આધુનિક રાષ્ટ્ર-રાજ્ય છે. વસાહતી શાસનને કારણે 19 મી સદીમાં તેના પોતાના નકશા આધારીત વિભાગો થયા અને પરિણામે તેમની પાસે વસાહતી મજબૂરીના ભાગ રૂપે સરહદો હતી, જોકે સંમતિવાળી સરહદો ભારત અને ચીન બંને માટે પ્રપંચી રહી છે .

બંને રાષ્ટ્રો ઓક્ટોબર 1962 માં એક જટિલ પ્રાદેશિક વિવાદ અંગે ટુકું યુદ્ધ થયું હતુ , જે કોઇ સંધી વિના સમાપ્ત થયુ હતું અને લગભગ સાત દાયકા પછી પણ, અસ્વસ્થતાની સ્થિતિ ચાલુ છે. તેથી બંને રાષ્ટ્રો પાસે એલ.ઓ.એસી છે - વાસ્તવિક નિયંત્રણની લાઇન જે કલ્પનાશીલ છે; અને દાવાની લાઇન છે – જ્યાં બન્ને ની સેના તેમની મર્યાદામાં પેટ્રોલિંગ કરે છે . આમ, ભારત અને ચીન વચ્ચે એક સી.સી.એલ છે - ચાઇનીઝ ક્લેમ લાઇન છે અને જ્યારે બંને પક્ષો માટે અંતિમ રાજકીય ઠરાવ સુધી એલ.ઓ.એસીના પાછળ રાખવી તર્કસંગત છે પરંતુ જમીનની વાસ્તવિકતા ઘણી જુદી છે.

એલ.ઓ.એસી ની પર જમીન સૈનિકો દ્વારા પેટ્રોલિંગના પગલે ભૂતકાળમાં તંગદિલી સર્જાઇ હતી પરંતુ રાજીવ ગાંધીના સમયગાળામાં કરાર થયો હતો અને બાદમાં પીએમ નરસિંહ રાવ (1993) ના કાર્યકાળમાં ઓપચારિકતા થઈ હતી જેનો શ્રેય બંને પક્ષોને જાય છે. આમ બંને દેશો દ્વારા એલ.ઓ.એસીની આજુબાજુમાં મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત હોવા છતાં - 25 વર્ષથી વધુ સમયથી એક ગોળી આવેશમાં ચલાવવામાં આવી નથી. છેલ્લા દાયકામાં એલ.ઓ.એસી પર લશ્કરી તણાવની ત્રણ મોટી ઘટનાઓ બની હતી - ડેપ્સાંગ (2013), ચુમર (2014) અને ડોકલામ (2017) પરંતુ દરેક વખતે રાજકીય-રાજદ્વારી માર્ગ દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો હતો.

ભારતમાં નોંધાયેલા પ્રસંગોની વર્તમાન ઘટનાક્રમ સૂચવે છે કે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં પીપલ્સ લિબરેશન સૈનિકોએ લદ્દાખમાં એલ.ઓ.એસીની બાજુમાં બિન આપરિણકારી રીતે તેમની સ્થિતિ મજબૂત કરી રહ્યા હતા અને આ બાબત પછીથી જ ધ્યાનમાં આવી હતી. કારગિલના પડછાયા? મે ની શરૂઆતમાં આ પીપલ્સ લિબરેશન આર્મી ઘુસપૈઠ/ ઉલ્લંઘન અન્ય સ્થળોએ ફેલાઈ ગયું અને પીપલ્સ લિબરેશન આર્મી સંખ્યા 5000 કરતા વધી ગઇ. ભારત એ ‘અરીસાની જમાવટ’ તરીકે ઓળખાતી વ્યુહ રચાન અપનાવી છે - એનો અર્થ એ કે પીપલ્સ લિબરેશન આર્મી ના નિયમભંગને સામે સમાન ભારતીય સૈન્યની પ્રતિક્રિયા ગોઠવવામાં આવી હતી અને પરિસ્થિતિ હવે બરડ થઈ ગઈ છે.

ટુંક માં આ ગતિરોધ, પ્રમાણ અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ જુદા જુદા દેખાય છે - મતલબ કે ભૂતકાળ કરતા, હાલ પૂર્વ લદ્દાખના સ્થળો જ્યાં નિયમભંગ થયો છે અને તેમાં ચીની સૈનિકો / કર્મચારીઓની સંખ્યા ઘણી વધુ છે. લદ્દાખમાં જ્યાં આ બન્યું છે ત્યાં, ગુણાત્મક કિનારો એ સ્થળ અને વિસ્તારની પ્રકૃતિમાં છે, જે એલ.ઓ.એસીના 489 કિલોમીટર છે. ઉદાહરણ તરીકે ગાલવાન ખીણ એક એવું ક્ષેત્ર છે જ્યાં ઐતિહાસિક રૂપે, દાયકાઓથી પેટ્રોલિંગના અધિકાર અંગે કોઈ પણ પ્રકારના સમાન ઉલ્લંઘન કે નિવેદનો નથી થયા અને એપ્રિલથી બહુવિધ ઘુસપૈઠ, સ્થાનિક સૈન્ય દ્વારા નિયમિત વ્યૂહાત્મક ચકાસણી કરતા ઉચ્ચ સ્તરની યોજનાનો નિર્દેશ કરે છે. એલ.ઓ.એસીની સમગ્ર લંબાઈ સાથે વાર્ષિક ધોરણે 600 કરતા વધારે સૈનિકો હોય છે.

આમ હાલનો ગતિરોધ એકદમ 'ગંભીર' બનવાની સંભાવના ધરાવે છે અને ઝડપથી રાજકીય ઠરાવ માંગી લે છે. ચીનના આ પગલાનું કારણ અપારદર્શક છે. મારું અનુમાન એ છે કે બંને બાજુ વધુ આક્રમક પેટ્રોલિંગ માટેના કેટલાક કારણો હોઈ શકે છે; અને બહેતર નિગરાની, જેના લીધે કદાચ બીજા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સૈન્ય તૈનાતની રચનાની નોંધ લેવાઇ હશે, જે કદાચ અગાઉ ધ્યાન પર ન આવ્યુ હોય.

આ ઉપરાંત, પીપલ્સ લિબરેશન આર્મી ના વિસર્પી નિવેદનમાં ચોક્કસ ઢબ રહી છે - પછી ભલે તે દક્ષિણ ચીન સમુદ્ર ‘એશિયન’(દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન) રાષ્ટ્રો સાથે હોય કે ભારત સાથે એલઓએસીની પર હોય. રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસનમાં ચીન માટે 'પ્રાદેશિકતા' ની પવિત્રતા પર બેઇજિંગ દ્વારા વધારે ધ્યાન આપવામાં આવ્યું છે અને આ તાઇવાનના સંબંધમાં સૌથી તીવ્ર છે.

હાલના ગતિરોધ ના કારણે લશ્કરી તણાવ હજુ વધશે કે કેમ તે વિવાદાસ્પદ છે બંને રાષ્ટ્રોમાં પ્રાદેશિક ‘ઉલ્લંઘન’ અને ભાવનાશીલ રાષ્ટ્રવાદની પ્રકૃતિ વિશે સમાન વર્ણનો છે અને સોશિયલ મીડિયા-યોદ્ધાઓ દ્વારા પ્રેરીત એક અતિસક્રિય- ઓડિઓ વિઝ્યુઅલ મીડિયા પરિસ્થિતિને વધારે તીવ્ર બનાવી શકે છે.

જ્યારે કોવિડ-19 રોગચાળો બંને દેશોમાં રાજકીય વડાઓ સામે ગંભીર પડકાર ઉભો કરી રહ્યું છે , ત્યારે આશા છે કે સમજદારી અને સંયમ પ્રવર્તેશે .

લેખક : સી. ઉદય ભાસ્કર

Last Updated : May 27, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details