ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-ચીન સરહદે તણાવનું સમાધાન લાવવા ટોચના લશ્કરી અધિકારીઓએ વાતચીત કરી - ભારતીય પ્રતિનિધિમંડળ

ભારત અને ચીનની સેના વચ્ચે શનિવારે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઈ હતી. વાતચીત અંગે કોઈ ચોક્કસ વિગત આપ્યા વિના ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લશ્કરી અને રાજકીય રીતે ભારત અને ચીનના અધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં છે.

India, China remain
ભારત-ચીન સરહદ

By

Published : Jun 7, 2020, 8:00 AM IST

નવી દિલ્હી: ભારત અને ચીનની સેના વચ્ચે શનિવારે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઈ હતી. વાતચીત અંગે કોઈ ચોક્કસ વિગત આપ્યા વિના ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લશ્કરી અને રાજકીય રીતે ભારત અને ચીનના અધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં છે.

પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે આશરે એક મહિનાથી ચાલી રહેલા સરહદ વિવાદનો અંત લાવવા ભારત અને ચીનની સેના વચ્ચે શનિવારના રોજ લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઇ હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ ખાતે 14મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ લશ્કરી જિલ્લા કમાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details