ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2020, 9:33 AM IST

ETV Bharat / bharat

ભારત-ચીન વચ્ચે આગામી સપ્તાહમાં ટોચના કમાન્ડરોની પાંચમી બેઠક મળે તેવી સંભાવના

ગલવાન ખીણ અને પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની (એલએસી) બાજુમાં અન્ય વિસ્તારોમાંથી પીછેહઠ કરવા મુદે ભારત અને ચીનના ટોચના કમાન્ડરોની પાંચમી બેઠક મળે તેવી સંભાવના છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી બેઠક અને સૌનિકોની પીછેહઠથી પૂર્વી લદાખની ગલવાન ખાણમાં પેટ્રોલિંગ પોઈન્ટ 14, 15 અને 17Aમાં સેનાઓ સંપૂર્ણ રીતે પોત પોતાની જગ્યાએ પાછી ફરી ગઈ છે.

India, China likely
India, China likely

નવી દિલ્હી :ભારત અને ચીન પૂર્વ લદાખના પેન્ગોંગ ત્સો વિસ્તારમાંથી ચીની સૈનિકોની વાપસી માટેની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી શકે છે. વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાના લક્ષ્યથી પૂર્વ લદાખમાં સંઘર્ષવાળી જગ્યાથી સેનાઓની વાપસીને લઈને અત્યાર સુધીમાં બંને દેશોની સેનાઓના ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે ચાર તબક્કાની બેઠક થઈ ચૂકી છે.

સૈન્ય અને રાજનયિક સ્તર પર હાલ ચાલી રહેલી વાર્તાના પરિણામ સ્વરૂપે પૂર્વ લદાખના પેટ્રોલિંગ પોઈન્ટ 14,15અને 17એ સેનાઓ સંપૂર્ણ રીતે પોત પોતાની જગ્યાએ પાછી ફરી ગઈ છે. સૂત્રએ જણાવ્યું કે ,પેન્ગોંગ ત્સોવાળા વિસ્તારમાંથી સેનાઓની સંપૂર્ણ વાપસીની રીત નક્કી કરવા માટે આગામી સપ્તાહે સેનાના ટોચના કમાન્ડરોની બેઠક થવાની શક્યતા છે."

ટોચના કમાન્ડરોની પાંચમી બેઠક મળે તેવી સંભાવના

આ ઘટનાઓની જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે, ગાલવાન ખીણમાંથી અને અન્ય કેટલાક સ્થળોએથી જ્યાંથી અથડામણ થઈ હતી.ત્યાંથી ચીની સેના પરત જઈ ચૂકી છે,પરંતુ પેંગોંગમાં ફિંગર 5થી ફિંગર 8 વિસ્તારમાંથી ચીની સૈનિકો પરત ફર્યા નથી. જેની ભારતે માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details