ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજા સરહદી વિવાદોના વચ્ચે ભારત અને ચીનના વિખવાદનો સમય

છેલ્લી અડધી સદીમાં સૌથી ગંભીર એવું ઘર્ષણ ગલવાન ખીણમાં થયું છે અને ભારત અને ચીન બંનેની સેનાએ સૈનિકો ગુમાવવા પડ્યા છે.

બીજા સરહદી વિવાદોન વચ્ચે ભારત અને ચીનના વિખવાદનો સમય
બીજા સરહદી વિવાદોન વચ્ચે ભારત અને ચીનના વિખવાદનો સમય

By

Published : Jun 18, 2020, 4:04 AM IST

એવું તો શું થયું કે ચીનના સૈનિકોએ લોખંડના સળિયા, પથ્થરો અને ખીલા મારેલા લાકડાઓથી ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો? ચીનના ઘટનાક્રમ પર નજર રાખી રહેલા લોકના મનમાં એક સાથે કેટલાય જવાબો આવે છે.

એવું લાગે છે કે લાંબા સમયથી ચીનને રોષ હતો તેને આ રીતે બહાર કાઢવામાં આવ્યો છે. ઘર્ષણ સર્જાયું તે ગલવાન ખીણમાં પેટ્રોલ પોઇન્ટ નંબર 14 પર થયુ છે. દોલત બેગ ઓલ્ડી રોડ પાસે આ અથડામણ થઈ, કેમ કે ભારતીય પેટ્રોલ પાર્ટી ચીની સૈનિકોની સામે આવી ગઈ અને ઘર્ષણ થયું. ભારતીય દળો અગાઉ જ્યાં પેટ્રોલિંગ કરતા હતા તે વિસ્તારમાં ધાર પરથી સૈનિકો નીચે પડ્યા.

વાસ્તવિક અંકુશ રેખા - LAC

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા LAC રેખાંકિત નથી અને બંને દેશની સેનાઓ પોતે ધારી લીધેલી અંકુશ રેખા સુધી પેટ્રોલિંગ કરતા રહેતા હોય છે. લદ્દાખ વિસ્તારમાં બંને વચ્ચે અંકુશ રેખાની આંકણી થયેલી નથી અને તેથી સ્થળ પરના લશ્કરી અધિકારીઓ પર એ બાબત છોડી દેવામાં આવે છે કે કયા પોઇન્ટ સુધી સૈનિકોને પેટ્રોલિંગ માટે મોકલવા. જોકે LAC પર કઈ રીતે શાંતિ જાળવી રાખી તે વિશે બંને દેશો વચ્ચે સ્પષ્ટ સમજૂતિઓ થયેલી છે.

ઊંચા પર્વતો પર આવેલી LAC પર મોટા ભાગે ભૂમિ દળના સૈનિકો ગોઠવાયેલા હોય છે અને કેટલીક જગ્યાએ ITBP પણ પહેરો ભરતી હોય છે. પૂર્વ લદ્દાખમાં પેન્ગોગ સરોવર અને ગલવાન ખીણ વિસ્તાર ખાસ કરીને હંમેશા વિવાદગ્રસ્ત રહ્યા છે.

પેન્ગોગ સરોવરના એક તૃતિયાંશ હિસ્સા પર ચીનનો કબજો છે, જ્યારે ભારત પાસે પા ભાગનો હિસ્સો છે. સરોવરના કિનારે ફિંગર 4 અને ફિંગર 8 એવા બે બિંદુઓ નક્કી કરેલા છે. ચીનના સૈનિકો ફિંગર 4ને LAC ગણે છે, જ્યારે ભારત ફિંગર 8 સુધી અંકુશ રેખા છે તેમ માને છે.

ગલવાન ખીણમાં બનાવ બન્યો તે ગલવાન નદી શ્યોક નદીને મળે છે ત્યાં બન્યો છે. અહીં દર્બોક, શ્યોક, ડીબીઓ રોડ આવેલો છે. ઉત્તર લદાખ સુધી પૂરવઠો પહોંચાડવા માટે આ માર્ગ સૌથી અગત્યનો છે. તેના કારણે જ ગલવાન ખીણનું સ્થાન અગત્યનું બની જાય છે, કેમ કે તેનાથી આ રસ્તાને સુરક્ષિત રાખી શકાય છે. તેથી જ ચીનની સેના ફિગર 4 સુધી આવી ગઈ અને ત્યાંથી ભારતીય રસ્તા પર નજર રાખવા માગતી હોય તેની સામે ભારતે વાંધો લીધો હતો.

ગલવાન ખીણ

ભારતીય સેના માટે ગલવાણ ખીણનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. એ જ રીતે પાછળની બાજુ અક્સાઇ ચીન આવેલું છે તેથી ચીન માટે પણ તે ખીણ મહત્ત્વની છે. DBO રોડની સુરક્ષા માટે ભારત માટે પણ ગલવાન ખીણ અગત્યની છે તે ચીન સમજે છે. પૂર્વ લદ્દાખમાં ગોઠવાયેલી ભારતીય સેના માટે આ રસ્તો લાઇફલાઇન જેવો છે. આ મહત્ત્વની જગ્યાએ કબજો કરવા માટે ચીને કોશિશ કરી છે. છઠ્ઠી જૂને બંને કોર કમાન્ડર્સ વચ્ચે થયેલી વાતચીત પછી ભારતીય સૈનિકો ગલવાન ખીણમાં ગયા હતા.

કર્નલ સંતોષ બાબુની આગેવાનીમાં સેનાની ટુકડી ગલવાન ખીણમાં ગઈ તે પ્રોટોકોલ પ્રમાણે યોગ્ય જ હતું. ત્યાં ચીને બનાવેલા કેટલાક તંબુ વગેરેને હટાવવાની કોશિશ કરવામાં આવી. ચીનના સૈનિકો ત્યાં મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેમણે હુમલો કરી દીધો. તેઓ તૈયારી કરીને જ બેઠા હતા અને હિંસક રીત અપનાવા માટેની તેમને સૂચના હોય તે રીતે તેમણે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.

મોટી સંખ્યામાં જાનહાની થઈ તેના ઘણા કારણો છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યનું વિભાજન કરાયું તે પણ કારણ છે. બીજું કે ભારત લદ્દાખ વિસ્તારમાં સતત રસ્તાઓ વિકસાવી રહ્યું છે અને દૂરના વિસ્તારો સુધી રસ્તો પહોંચે અને વાહનો પહોંચે તેવું કરી રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં રહેતા પશુપાલકો અને ભટકતા લોકો માટે પણ આવનજાવન સહેલી બની છે.

જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને સીધું નિયંત્રણ દિલ્હીથી થયું ત્યારથી ચીન અકળાતું હતું. એ જ રીતે લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે અને તેના નવા નકશા પણ બનાવ્યા છે. કલમ 370 નાબુદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પણ નાબુદ કરાયો છે. લદ્દાખ વિસ્તારમાં સરહદ મામલે પહેલેથી જ મુશ્કેલીઓ છે. ચીન અને ભારતના અફસરો વચ્ચે દર અઠવાડિયે વાતચીત થતી રહેતી હતી. રાષ્ટ્રીય કક્ષાએ સર્વસંમતિ હતી કે એક સાથે વધુ વિસ્તારોમાં મોરચા ના ખોલવા તે રીતે આ કાર્યવાહી થતી હતી. પરંતુ આ વખતે ચીન તરફથી આક્રમક વલણ અપનાવાયું હતું. ચીને ઉગ્રતા વધારી એવે વખતે કે જ્યારે નેપાળ સાથે તેના સારા સંબંધો થઈ ગયા છે. સાથે જ પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ચીનના સારા સંબંધો છે. ભારત અને નેપાળ વચ્ચે પણ સરહદ મામલે વિવાદ થયો. કાલાપાણી લેપુ લેકના મામલે નેપાળે પણ ભારતનો વિરોધ કર્યો.

ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)

ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ને ગેમ ચેન્જર ગણાવાઇ રહ્યો છે. કાશગરને સીધું જોડાણ અરબી સમુદ્ર સાથે આપવામાં આવી રહ્યું છે અને તે રસ્તો પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે. ચીનના અર્થતંત્રને વેગ આપવા માટે આ રસ્તો અગત્યનો ગણાય છે. પાકિસ્તાને ખુલ્લા દિલે CPEC પ્રોજેક્ટને ટેકો આપ્યો છે અને તે રીતે કાશ્મીરના મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં ચીનનો સહયોગ મેળવ્યો છે. ચીને હંમેશા કાશ્મીરની બાબતમાં પાકિસ્તાનને જ ટેકો આપ્યો છે.

એટલું જ નહિ ચીને મૌલાના મસૂદ અઝહર જેવા ત્રાસવાદીને બચાવવા માટે કોશિશ કરેલી. મસૂદ પોર્ટુગીઝ પાસપોર્ટ પર પત્રકાર તરીકે ભારતમાં ઘૂસ્યો હતો અને કાશ્મીરમાં તેને પકડી લેવાયો હતો. પરંતુ બાદમાં IC-814 એર ઇન્ડિયા ફ્લાઇટનું અપહરણ કરાયું ત્યારે તેને છોડી દેવો પડ્યો હતો. મસૂદે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં અડ્ડો જમાવ્યો છે અને ત્યાંથી જૈશે મોહમ્મદ નામનું ત્રાસવાદી જૂથ ચલાવે છે.

અમેરિકાની મદદથી ભારતે મસૂદને બ્લેક લિસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ગણાવવાની કોશિશ કરી, ત્યારે ચીન તેમાં આડે આવતું રહ્યું હતું. મસૂદના આ બધા આતંકવાદીઓ પીઓકેમાં બેફામ થઈને ફરે છે. ચીન નથી ઇચ્છતું કે આ ત્રાસવાદીઓ તેમના હાઇવે પર કોઈ રીતે અવરોધ કરે. મસૂદ જેવા આતંકવાદીઓના સહારાથી જ ચીને હાઇવેનું બાંધકામ ચાલુ રાખ્યું હતું.

હવે ત્રણેય બાજુથી ભારતને ભીંસ કરવામાં આવી છે ત્યારે ભારતે શું કરવું તે વિચારવાનું રહે છે. ભારતે સૌ પ્રથમ તો નેપાળ સાથે તંગદિલી હળવી કરવા પર ધ્યાન આપવું પડે તેમ છે. બીજું કે ચીન સાથેની સમસ્યાને રાજદ્વારી અને રાજકીય ક્ષેત્ર મારફતે ઉકેલવાની કોશિશ કરવી પડે. તેમાં લશ્કરી ઉપાયને સૌથી છેલ્લે રાખવો પડે કે જ્યારે બીજા પ્રયાસો નિષ્ફળ જાય.

કાશ્મીરમાં LoC છે તે મામલો જુદો છે અને ઉકેલાય તેવો નથી, જ્યારે LAC ચીન સાથે છે અને તેમાં પણ વિવાદો છે. ભારતે કાળજી લેવી પડે કે આ બંને મામલા જોડાઈ ના જાય, પરંતુ ચીન અને પાકિસ્તાન સાથે મળીને ભારતને પરેશાન કરવા માગે છે. ચીનના મામલામાં આકરા થયા વિના આ લડતને કાબૂમાં લેવી પડે, નહિતો બધા જ પક્ષો માટે આ મોટી આપત્તિ બની શકે છે.

-બિલાલ ભટ

ABOUT THE AUTHOR

...view details