નવી દિલ્હી: 15 જૂનની રાત્રે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ભારત અને ચીન વચ્ચેના સંબંધો હાલના સમયમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, બુધવારે (24 જૂન) ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંગહે વચ્ચે મોસ્કોમાં વાતચીત થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મોસ્કોના રેડ સ્ક્વેરમાં વિજય પરેડ દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન સેર્ગેઇ શોઇગુ સાથે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો વચ્ચે બેઠક યોજાવાની સંભાવના છે.
રશિયામાં ભારત-ચીનના સંરક્ષણ પ્રધાન વચ્ચે મૂલાકાતની સંભાવના - ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશોએ વાતચીત દ્વારા આ મામલાને ઉકેલવાની વાત કરી છે. ભારતીય અને ચીનના રક્ષા પ્રધાન માસ્કોમાં આયોજીત વિજય પરેડ બાદ બેઠક થઇ શકે છે.
રશિયામાં ભારત-ચીનના સંરક્ષણ પ્રધાન મળશે
એક સૂત્રએ કહ્યું કે, 'ભારત, ચીન અને રશિયાના સંરક્ષણ પ્રધાનોને પરેડ દરમિયાન એક જ ટેબલ પર બેસાડવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે.
જો કે, બંને એશિયન સંરક્ષણ પ્રધાનો વચ્ચેની વન-ટુ-વન બેઠકની પુષ્ટિ થઈ નથી.