ગુજરાત

gujarat

પેંગોન્ગ લેક પાસેના ઘર્ષણ બાદ ભારત - ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક

By

Published : Sep 2, 2020, 11:08 AM IST

Updated : Sep 2, 2020, 12:12 PM IST

LAC પર તણાવ વધતા લદ્દાખના ચુશૂલમાં એક વખત ફરી ભારત અને ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક યોજાશે. બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠકનો આ ત્રીજો રાઉન્ડ છે. મળતી માહીતી મુજબ ચુશૂલમાં સવારે 10 વાગ્યે આ બેઠક યોજાવવાની છે.

ભારત - ચીન વચ્ચે તણાવ
ભારત - ચીન વચ્ચે તણાવ

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ વધી રહ્યો છે. જેથી બ્રિગેડ કમાન્ડર લેવલની બેઠક યોજી તણાવ દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોક અત્યાર સુધી જેટલી પણ બેઠકો યોજાઇ છે તેમાં કોઇ ખાસ નિર્ણય લેવામાં નથી આવ્યો. ચીન સતત ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

લદ્દાખના ચૂશુલમાં 29-30 ઓગસ્ટના રોજ રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવના અહેવાલો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સૈનિકોએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

ગત 15-16 જૂનના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં હિંસા બાદ, બંને પક્ષો દ્વારા 29 ઓગસ્ટની ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, ચીની બાજુથી કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પર તૈનાત તેમના સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી નથી કરી.

Last Updated : Sep 2, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details