ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રૂડો 2.0: ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત - કેનેડામાં ભારતીય સમુદાય

ન્યુઝ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં લિબરલ પક્ષને વિજય મળ્યો છે. જસ્ટિન ટ્રૂડો ફરીથી સત્તામાં આવ્યા પછી કેનેડાના ભારત સાથેના સંબંધ કેવા રહેશે? આ રહી સંપૂર્ણ વિગતો...

india-canada-relationship

By

Published : Nov 2, 2019, 9:39 PM IST

વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં કેનેડાની લિબલર પાર્ટીને 21 ઑક્ટોબરે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસદીય બહુમત ગુમાવવાની આશંકા હતી. પરિણામોએ જનમત સર્વેક્ષમોની પુષ્ટિ કરી સત્તારૂઢ પક્ષને પહેલા કરતા 20 બેઠકો ઘટી કુલ 338માંથી 157 બેઠકો મળી, જે બહુમત કરતા 1 ઓછી છે. બીજી તરફ કંજરવેટિવ પક્ષ (મુખ્ય વિપક્ષ)ને લિબરલ પક્ષની સરખામણીએ વધારે વોટ મળ્યા છે. અહીં પણ ભારતની જેમ જ ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટની રીતે વધારે મત હોવા છતાં 121 બેઠક જ મેળવી શકી.

જસ્ટિન ટ્રૂડો સાથે વડાપ્રધાન મોદી

આમ, છતાં પણ કેટલાક લોકો અનુમાન લગાવી શકે છે કે આ પ્રક્રિયાના અંતમાં દેશમાં 24 સાંસદોની સાથે વામપંથી એનડીપી(નેશનલ ડેમોક્રેટિક પાર્ટી)નું નેતૃત્વ કરનાપ ઈંડો-કેનેડાઈ કિંગમેકર જગમીત સિંહનો ઉદય થશે. આ સ્થિતિમાં નવી દિલ્હીને ખુશી થવી જોઈતી હતી. પરંતુ, જમગીત સિંહને ખાલિસ્તાની હમદર્દ અને મોટાભાગે ભારતનો વિરોધ કરનાર તરીકે ઓળખાય છે. બહુમતથી થોડે દૂર રહેલી ટ્રૂડો સરકારને હવે એનડીપી અથવા બ્લૉક ક્યૂબેક (ત્રીજો સૌથી મોટો પક્ષ) પર આધાર રાખવો પડશે. આ બંને પક્ષ બહારથી કેટલાક મુદ્દા પર સમર્થન આપશે. જે ભારત-કેનેડા સંબંધ માટે સારા સમાચાર નથી.

જો કોઈ બે દેશોને સ્વાભાવિક અને નજીકના સાથી ગણાતા હતા, તો તે ચોક્કસપણે ભારત અને કેનેડા હતાં. બંને વચ્ચે અદ્ભુત મેળાપ અને સમાનતાઓ છે. બહુ-જાતિય, બહુ સાંસ્કૃતિક, મજબૂત લોકતંત્ર, અંગ્રેજી બોલવું, કાનૂનના શાસનનું પાલન કરવુ, પ્રવાસી સંબંધ, સરખી અર્થવ્યવસ્થા અને શૈક્ષણિક સંબંધ. જો કે, નસીબને બીજુ કંઈક જ મંજૂર છે. થોડા સમય સિવાય આપણા આંતરિક સંબંધ સારા નથી રહ્યાં.

અવિશ્વસનીય લાગતુ હોવા છતાં એ વાત સત્ય છે કે નરેન્દ્ર મોદી 42 વર્ષ બાદ એપ્રિલ 2015માં કેનેડાની યાત્રા કરનારા પહેલા વડાપ્રધાન છે. 2010માં દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહયોગ કરારના પરિણામ સ્વરૂપે કેટલીક વાર્તાઓ પછી પરમાણુ વાદળોને પાર કરી આ ઐતિહાસિક યાત્રાને સફળ બનાવાઈ. જે દરેક રીતે સફળ રહી. પહેલી વખત કંજર્વેટિવ પક્ષના વડાપ્રધાન સ્ટીફન હાર્ફનના નેતૃત્વવાળી કેનેડાની સરકારે સાર્વજનિક રૂપે ભારતની એકતા અને અખંડતાને જાળવી રાખવાનો સંકલ્પ લીધો. એમ લાગી રહ્યું હતુ કે બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

જો કે, ઑક્ટોબર 2015ની સામાન્ય ચૂંટણીમાં યુવા નેતા જસ્ટિન ટ્રૂડોને પ્રચંડ બહુમતી સાથે જીત મળી. વડાપ્રધાન મોદી શુભેચ્છા પાઠવનારા સૌથી પહેલા નેતાઓમાંથી એક હતા અને તેમને ભારત આવવા માટે ઉત્સાહભેર આમંત્રણ આપી દીધું. પરંતુ, લોકપ્રિય રાજનેતા, જેમણે પોતાની સરકાર અને પક્ષની અંદર ખાલિસ્તાની તત્વોને જગ્યા આપી હતી, તેમનો વિચાર કંઈક જુદો જ હતો.

ટ્રૂડોને કેનેડામાં સિખ સમુદાય દ્વારા નાણાકીય અને રાજકીય એમ બંને રીતે સમર્થન મળે છે. જે માટે તે આભારી હતાં. આ સમુદાય તેમને સિખ જસ્ટિન સિંહની રીતે સંદર્ભિત કરે છે. અંતઃ તેમને હરજીતસિંહ સજ્જનને રક્ષાપ્રધાન સહિતના મોટા વિભાગ સોંપ્યા. તેઓ ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના સિખ વોટ બેન્કને મજબૂત કરવામાં લાગ્યા હતા. જે ખાલિસ્તાની તત્વોના નિયંત્રણવાળા હતા, જેઓ અનુકુળતાવાળા રાજકારણીઓને ઉદાર ભાવે ડોનેશન આપે છે. તેઓ કેટલાક સુખી કેનેડાઈ ગુરૂદ્વારોના વહીવટી અને નાણાંકીય નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યાં છે. પોતાના અલગાવાદી એજન્ડાને આગળ વધારવામાં આ સંસાધનોનો ઉપયોગ કરવામાં પીછેહઠ કરતાં નથી. કેનેડાનું તંત્ર સરળતાથી આ બધુ નજર અંદાજ કરે છે.

ઐતિહાસિક રૂપે કેનેડામાં સિખોએ મોટા પ્રમાણમાં લિબરલ પક્ષને મત આપ્યા છે. 1970થી 1980ના દશકમાં પંજાબની મુશ્કેલી દરમિયાન જસ્ટિન ટ્રૂડોના પિતા અને તત્કાલિન વડાપ્રધાન પિયરે ટ્રૂડોએ વિદેશી નાગરિકો માટે કેનેડાના દરવાજા ખોલ્યા હતા, ખાસ કરીને પંજાબના પ્રવાસી નાગરિકો માટે આ દરમિયાન મોટી સંખ્યામાં સિખ કેનેડા ચાલ્યા ગયા, જે હંમેશા ભારત દ્વારા રાજનીતિક ઉત્પીડ઼ન કર્યાનો દાવો કરે છે.

કેનેડાના પશ્ચિમિ તટ પર પંજાબીઓ (સિખ વધારે)નો પ્રવાસ 20મી સદીની શરૂઆતમાં થયો. બીજો જથ્થો, જેમ ઉપર ઉલ્લેખ કરાયો છે તેમ, 1970થી 1980ના દશકમાં કેનેડા તરફ ગયો. વર્તમાનમાં ઈન્ડો કેનેડિયન સહિત પૂર્વ આફ્રિકાથી પલાયન કરનારાઓમાંથી આશરે 15 લાખ (કેનેડાની કુલ વસ્તીના 4 ટકા) સામેલ છે. હિન્દુઓમાં આશરે 10 લાખ અને 5,00,000 સિખ સમુદાયના સદસ્ય છે. હિન્દુ સમગ્ર દેશમાં ફેલાયેલા છે અને યોગ્યતાના આધારે મતદાન કરવાનું પસંદ કરે છે. સિખ ટોરંટોના ઉપનગરો જેવા મિસિસૉગા અને બ્રૈમ્પટન, સરે અને કૈલગરી જેવા વૈંકૂવર ઉપનગરોમાં કેન્દ્રિત છે.

આ તેમને 8 થી 10 બેઠકોના પરિણામને નક્કી કરતા અને જરૂરી બેઠકો મેળવી પરિણામને પ્રભાવિત કરવા માટે સક્ષમ બનાવે છે. વર્તમાન સંસદમાં 18 સિખ (ભારતમાં 13) સાંસદ છે. ઉપરાંત પંજાબી ભાષા કેનેડામાં ચોથી સૌથી વધારે બોલાનાર ભાષા બની ગઈ છે. તેના પરથી જ કેનેડામાં સિખોનું વર્ચસ્વ સમજી શકાય છે.

પ્રથમવાર, કેનેડામાં આતંકવાદના સંકટ પર સાર્વજનિક રિપોર્ટ, 2018ના અંતમાં રજૂ કરાઈ હતી. તેના આધાર પ્રમાણે 'કેનેડામાં કેટલાક લોકો સિખ(ખાલિસ્તાન) ચરમપંથી વિચારધારાઓ અને આંદોલનને સમર્થન કરે છે.' ખાલિસ્તાનિ તત્વોએ હોબાળો કરતાં સરકારે એપ્રિલ 2019માં સિખ ઉગ્રવાદના તમામ સંદર્ભોને દૂર કર્યા હતાં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડાની સરકારે આ નિર્ણય દબાણ હેઠળ લીધો છે. ટ્રૂડો આગ સાથે રમી રહ્યા છે, કારણ કે આ નિર્ણયથી ભારત-કેનેડાના સંબંધ પ્રભાવિત થશે. સિખ ઉગ્રવાદ હટાવવાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ સંકટ છે.

નવા કેબિનેટની જાહેરાતમાં પણ સામાન્યથી વધારે સમય લેવાઈ રહ્યો છે. એનડીપી અને બ્લૉક ક્યૂબેકયૂબારે વચ્ચે વાતચીત બાદ મુદ્દા આધારિત સમર્થન અને બહારથી સમર્થનની વાતો ચાલી રહી છે. સાથે જ ગઈ વખતની જેમ ચાર સિખ કેબિનેટ પ્રધાનોને શપથ લેવડાવાય તેવી શક્યતાઓ છે. તે વાત અલગ છે કે સરકાર લઘુમતીમાં હોવાથી 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે તેવી સંભાવનાઓ ઓછી છે.

આ વર્ષની શરૂઆતમાં કેનેડાની જાસૂસી એજન્સીઓએ 21 ઑક્ટોબરે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કેનેડાના પ્રવાસી સમુદાયો સાથે કામ કરનારી ચીન અને ભારતીય સરકાર અંગે એક ખાનગી રિપોર્ટ ફરતો કર્યો હતો. આ આક્ષેપોનો કોઈ પુરાવો કે ન્યાયિક રીતે જાહેર કરાયું ન હતું. આ ઘટનાક્રમ બે રાજધાનીઓ વચ્ચેની કપરી પરિસ્થિતિને દર્શાવે છે. ટૂંકમાં, કેનેડાની હાલની પરિસ્થિતિ અંતર્ગત, બંને વચ્ચેનું જોડાણ યોગ્ય ન રહે તેવી શક્યતાઓ છે. વળી, આર્થિક અને લોકો વચ્ચે થતા આદાન-પ્રદાનમાં પણ અસર થાય તેવા એંધાણ છે.

ABOUT THE AUTHOR

...view details