ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુબઈમાં ફસાયેલા 100 લોકો ભારત પરત લાવવામાં આવ્યા - ભારત મહાવાણિજ્ય દૂતાવાસ

દુબઈ: દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂતાવાસે ખુલાસો કર્યો કે, દુબઈમાં ફસાયેલા લગભગ 100 લોકોને છેલ્લા 6 મહિનામાં ભારત પાછા લાવવામાં આવ્યા છે. આ વર્ષે 31 જૂલાઈ સુધી વાણિજ્ય દૂતાવાસે ઇન્ડિયન કોમ્યૂનિટી વેલફેયર ફંડ (ICWF)માં લગભગ 375 લોકોને પ્લેનની ટિકિટ આપવામાં આવી છે.

dubai

By

Published : Aug 25, 2019, 8:31 PM IST

Updated : Aug 25, 2019, 10:23 PM IST

દુબઈમાં ભારત મહાવાણિજ્ય દૂત વિપુલે શનિવાર એક ન્યૂઝ પેપરને કહ્યું કે, 52 લોકોના મૃતદેહને પાછા લાવવા માટે મદદ કરી છે. વાણિજ્ય દૂતાવાસે પણ દુખદ ઈદ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા 12 ભારતીયોના પીડિતોં અને પરિવારોની મદદ માટે દિવસ રાત કામ કર્યું છે.

ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોટિરી, વાણિજ્ય દૂતાવાસ અને ચેરિટ મિશન ટૂ સીફર્સ દ્વારા વાતચીત બાદ નાવિકોઓને તેમની કંપની એલીટ વે મરીન સર્વિસ દ્વારા નાવિકોના રોકાયેલા પગાર આપવા સહમત થયા બાદ અલગ અલગ બેન્ચોમાં નાવિકોને પ્રત્યાવર્તિત કરવામાં આવ્યા.

દુબઈથી આવેલા એક વ્યકિત વિકાસ મિશ્રાએ કહ્યું કે, ત્યાં જીવતા રહેવા કઠિન હતું, મારા પિતા એક ખેડૂત છે. મારા પગાર વિના, તેમની સારવાર માટે અને બાળકોના શિક્ષણ માટે કેટલોક ભાગ વેચવો પડ્યો. હવે બધા ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે.

Last Updated : Aug 25, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details