ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને બ્રિટન સૈનિકો 13થી 26 ફેબ્રુઆરી સુધી સંયુક્ત લશ્કરી તાલીમ લેશે - joint military exercise

સોમવારે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટનના 120-120 સૈનિકો લશ્કરી તાલીમમાં જોડાશે અને આતંકવાદ વિરોધી વિવિધ કામગીરીનો અનુભવ એક બીજા સાથે શેર કરશે.

ભારત અને બ્રિટન 13 થી 26 ફેબ્રુઆરી સુધી સંયુક્ત સૈન્ય તાલિમ અપાશે
ભારત અને બ્રિટન 13 થી 26 ફેબ્રુઆરી સુધી સંયુક્ત સૈન્ય તાલિમ અપાશે

By

Published : Feb 11, 2020, 9:50 AM IST

નવી દિલ્હી: ભારત અને બ્રિટનની સેના 13 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન સેલિઝબેરી પ્લેંસમાં સંયુક્ત લશ્કરી તાલીમ લેશે. આ સમય દરમિયાન મુખ્યત્વે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીની તાલીમ આપવામાં આવશે.

સોમવારે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટનના 120-120 સૈનિકો લશ્કરી તાલીમમાં જોડાશે અને વિવિધ આતંકવાદ અને આતંકવાદ વિરોધી કામગીરીનો અનુભવ શેર કરશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને બ્રિટન વચ્ચેની સંયુક્ત લશ્કરી તાલીમ અજેય વારિયર-2020ની આ પાંચમી આવૃત્તિ છે અને તે બ્રિટનના સેલિઝબેરી પ્લેસમાં 13થી 26 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. નોંધનીય છે કે, લશ્કરી તાલીમમાં અજેય વારિયર બદલામાં બ્રિટન અને ભારતમાં યોજાય છે.

ABOUT THE AUTHOR

...view details