ન્યૂયોર્ક: 193 સદસ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સદસ્યો માટે ચૂંટણી યોજી હતી. જેમાં ભારતની સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે.
8 વર્ષ બાદ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સદસ્ય બન્યું - યુએન જનરલ એસેમ્બલી
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. વર્ષ 2021-2022ના કાર્યકાળ માટે ભારત સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનું અસ્થાયી સદસ્ય બન્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
ભારત આ પહેલાં પણ વર્ષ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, અને 2011-12માં આ જવાબદારી નિભાવી ચૂક્યું છે. સુરક્ષા પરિષદમાં હાજરીથી કોઈ પણ દેશનો UN પ્રણાલીમાં હસ્તક્ષેપ અને દબદબો વધી જાય છે. 8 વર્ષ બાદ ભારતનું સુરક્ષા પરિષદમાં પહોંચવું ઘણું મહત્વ ધરાવે છે.