દિલ્હીનું આ વખતે શા માટે વધુ અને વધુ મહત્ત્વ છે:
દિલ્હીમાં ચૂંટણી હંમેશાં પ્રતીક મૂલ્ય જ ધરાવે છે. દિલ્હી દેશના રાજકારણનું કેન્દ્ર છે અને 'રાષ્ટ્રીય મિડિયા'ની પણ નજીક છે, આ રીતે તે અસાધારણ રાજકીય વજન ધરાવે છે. જોકે દિલ્હીની આ વિધાનસભા ચૂંટણીનું મહત્ત્વ પ્રતીકાત્મકતાથી વધુ છે કારણકે તે ભારતમાં મતદાનના વર્તન અંગે જે અવધારણાઓ છે તેની પરીક્ષા કરશે, બીજું, તે 'વૈકલ્પિક રાજકારણ'ના પ્રકારની કામ કરવાની ક્ષમતા નક્કી કરશે અને અંતિમ, તે ભારતમાં સમવાયતંત્રની ભાવનાના સંભવિત ભવિષ્ય પર એક ટીપ્પણી આપશે.
દિલ્હીના મતદારો વિશે એવું અવારનવાર કહેવાય છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓ વચ્ચે ભેદ કરતા આવ્યા છે, ચૂંટણીના પ્રકાર સાથે મતદારની પસંદગી બદલાય છે. આનો અર્થ એ થયો કે દિલ્હીના મતદારોએ 'સ્થાનિક' અને 'રાષ્ટ્રીય સ્તરે' રહેલા મુદ્દાઓને અલગ પાડવાનું ચાલુ રાખ્યું છે. શાસક આમ આદમી પક્ષ (આઆપ) જેવા પક્ષો માટે, આ વર્તન સંપૂર્ણ સરસ રીતે કામ કર્યું હોય તેમ લાગે છે કારણકે આ પક્ષ તેની ઝુંબેશ 'સ્થાનિક' કાર્યપ્રદર્શન પર કેન્દ્રિત કરવાની રણનીતિ ધરાવે છે. ભારતીય જનતા પક્ષે (ભાજપ) જોકે પક્ષના કેન્દ્ર સ્તરે પ્રદર્શનની મુરલી વગાડીને અને કેન્દ્ર ખાતે તેના ચુકાદાની પૂરી સાક્ષી તરીકે રાજ્યમાં મત માગીને આ ભેદ ખોરવવા પ્રયાસ કર્યો છે. એકીકૃત મજબૂત નેતૃત્વ ઉત્પન્ન કરવાની જરૂરિયાત પર ભાર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આદેશનો અંતહીન પ્રવાહ. 'દિલ્હીની જરૂરિયાતો અને તેના પ્રશ્નો' તો જ ઉકેલી શકાય જો તેને કેન્દ્રના આદેશ સાથે કદમતાલ મેળવીને ચાલી શકાય તેમ ભાજપ દિલ્હીમાં મતદારોને કહે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પક્ષોના ભૂતકાળના કાર્યપ્રદર્શન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભાજપે ફરી એક વાર દિલ્હીમાં વધુ મોટા રાષ્ટ્રીય વર્ણનને રજૂ કર્યું છે જેમાં આઆપ અને કૉંગ્રેસ જેવા પક્ષોને 'રાષ્ટ્રીય હિતો' સાથે સમાધાન કરનારાં તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
‘ઓળખનું રાજકારણ નહીં, માત્ર વિકાસ’: ‘વૈકલ્પિક રાજકારણ’ માટે પડકારો
છેવટે દિવસના અંતે મતદાન આધારિત રાજકારણ એ વધુ તો સંખ્યાની રમત જ છે અને આ રીતે 'વર્ગ' અથવા તેને કેટલીક અપીલ, તેનું વ્યાજ ચૂકવે છે. 'વિકાસ' કે ડેવલપમેન્ટ આ જાદુઈ શબ્દ છે જે 'વર્ગો'ને એક સાથે લાવી શકે છે અને ઓળખ આધારિત વિભાજનોને ભૂંસી શકે છે. સમયે-સમયે લાગેલાં સૂત્રો જેમ કે 'ગરીબી હટાવો', 'સબ કા સાથ સબ કા વિકાસ' અને બીજાં બધાં આ દૂરદૃષ્ટિ અને રણનીતિને રજૂ કરે છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે ભારતીય રાજકારણમાં પ્રવેશવાના અવરોધરૂપ ત્રણ દૂષણનો ઉકેલ લાવવા માટે ભારતીય નાગરિકોના તમામ વર્ગ દ્વારા જ્યારે પ્રયાસ થયો ત્યારે ભારતીય રાજકારણના એક પ્રયોગાત્મક તબક્કામાંથી આઆપનો જન્મ થયો છે. આ ત્રણ દૂષણો છે: નાણાં, ગુંડાગીરી અને પરિવારવાદ કે વંશવાદ. ૨૦૧૦માં રચાયેલા નવા પક્ષના પ્રદર્શનીય વિજયને નાણાં આધારિત ભાષામાંથી પ્રતિબદ્ધતા આધારિત ભાષા એમ ભારતમાં રાજકારણની ભાષા હંમેશ માટે બદલી નાખનાર તરીકે જોવામાં આવ્યો હતો. તે રાજકારણમાં ઉદય થયો ત્યારે તે સેવાઓની સોંપણીની વાત કરતો હતો. જે પણ હદે તે સફળ હોય કે ન હોય, તે રમતમાં ધરખમ પરિવર્તન કરનાર છે. જે અગત્યનું છે તે એ છે કે તેનાં અનેક વિકાસ કામ દ્વારા આઆપે સમાજમાં વિવિધ છિદ્રોથી ઉપર ઊઠીને એક સામાજિક ગઠબંધન - 'મેઘધનુષ ગઠબંધન' સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે, જે રાજકીય પક્ષો દ્વારા આચરાતા લોકપ્રિયતા આધારિત રાબેતા મુજબના સંરક્ષણથી આગળ નીકળી ગયું. સામાજિક વૈજ્ઞાનિકો અમિત આહુજા અને પ્રદીપ છીબર મતદાનના ત્રણ અલગ 'અર્થઘટનો' દ્વારા વ્યાખ્યાયિત ત્રણ વ્યાપક સામાજિક સમૂહોને ઓળખે છે. આ રીતે, સામાજિક-આર્થિક વર્ણવટના સૌથી નીચેના છેડે રહેલા સમૂહો દ્વારા મતદાનના કૃત્યને 'અધિકાર' તરીકે ગણવામાં આવે છે, વર્ણપટની મધ્યમાં રહેલા લોકો દ્વારા મતદાનને રાજ્યના સંસાધનો સુધી પહોંચવાના સાધન ગણવામાં આવે છે અને વર્ણપટની ટોચ પર રહેલા લોકો દ્વારા મતદાનને 'નાગરિક ફરજ' ગણવામાં આવે છે.
પ્રશ્ન એ છે કે આઆપ કેટલા સમય સુધી મતદાનની આ ત્રણ વર્તણૂંકની દોરીને સાંકળતા સાચા મતદાન આલ્ગૉરિધમને અપનાવવાનું ચાલુ રાખી શકશે? આઆપ હૉસ્પિટલ, શાળાઓ, પાણી અને વીજળીના ક્ષેત્રમાં તેના ટ્રેક રેકૉર્ડના આધારે ફરીથી સત્તા માગે છે. શું તે દેશને નોંધપાત્ર ઓળખના આધારે ધ્રૂવીકારણની બની રહેલી ઘટનાઓથી આ મુદ્દાઓને, ખાસ કરીને દિલ્હીના રાજ્યમાં, અલગ રાખી શકશે?