ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-નેપાળ વચ્ચે આજે બેઠક, બન્ને દેશ વચ્ચે સંબંધો સુધારવાની એક કોશિશ - India and Nepal meeting

ભારત-નેપાળ વચ્ચે આજે વીડિયો કોન્ફરસિંગ દ્વારા બેઠક થવાની છે. જો કે, આ બેઠક ભારત દ્વારા નેપાળમાં કરવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત છે, પરંતુ તે બંને દેશ વચ્ચેના બગડતા સંબંધોને સુધારણા તરફ એક પગલું તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

By

Published : Aug 17, 2020, 11:36 AM IST

નવી દિલ્હી: ભારતમાં નેપાળ સંચાલિત વિકાસ યોજનાઓને લઈને આજે ભારત-નેપાળની બેઠક થવાની છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાવાની છે. નેપાળમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા નેપાળના વિદેશ સચિવ શંકરદાસ બૈરાગી સાથે વાત કરશે. જો કે, આ બેઠક ભારત દ્વારા નેપાળમાં કરવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત છે, પરંતુ તે બંને વચ્ચેના બગડતા સંબંધોને સુધારણા તરફ એક પગલું તરીકે પણ જોવામાં આવે છે.

નેપાળના સંખુવાસભા જિલ્લામાં અરુણ-તૃતિય જલવિદ્યુત પરિયોજનાનું કામ ઝડપી થઇ રહ્યું છે. આ પરિયોજના માટે 5 ભારતીય બેન્ક અને 2 નેપાળી બેન્ક 900 મેગાવોટ વીજળી પરિયોજનાના નિર્માણ માટે ઋણ આપવા માટે પ્રતિબદ્ધ છે.

ફેબ્રુઆરીમાં નબીલ બેન્ક, જો નેપાળી પક્ષથી પરિયોજનાઓ માટે ઋણદાતાઓમાના એક છે, જેણે ભારતના સતલૂજ જળ વિદ્યુત નિગમ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેણે હિમાલયી રાષ્ટ્ર માટે સૌથી મોટુ વિદેશી પ્રત્યક્ષ રોકાણનો રેકોર્ડ બનાવ્યો હતો. અરુણ તૃતિય એ આજ સુધીનો નેપાળનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જે ભારતીય સહાયથી બનાવવામાં આવી રહ્યો છે.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેપાળી સમકક્ષ કેપી શર્મા ઓલી સાથે ફોન પર વાતચીત કરી હતી. ફોન પર આ વાતચીત પછી, બંને દેશો વચ્ચેનો માર્ગ કંઈક સ્પષ્ટ થતો હોય તેવું લાગી રહ્યું છે. નેપાળની એવરેસ્ટ બેન્ક અને નબીલ બેન્કે આ પ્રોજેક્ટ માટે 1,536 કરોડ નેપાળી રૂપિયા લોન આપવા માટે સંમત થયા હતા, જ્યારે પાંચ ભારતીય બેન્કો - સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ બેન્ક અને યુબીઆઈએ 8,598 કરોડ નેપાળી રૂપિયા વચન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details