નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પર આજે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કૉર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા થશે. આ વાર્તા વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની ક્ષેત્ર મોલ્દોમાં થશે. સૈન્ય સૂત્રએ જણાવ્યું કે, આ બેઠક સવારે 11 કલાકે શરૂ થશે, જેમાં ભારતીય પક્ષ તરફથી ફિંગર ક્ષેત્રથી ચીન દ્વારા પૂર્ણ વિઘટન પર ભાર મુકવામાં આવશે.
વધુમાં જણાવીએ તો આ પહેલા ગુરૂવારે ડિસઇંગેજમેન્ટ અને ડિ-એસ્કેલેશન પ્રક્રિયાને લઇને થનારી કૉર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક પર સ્થગિત થઇ હતી. કોર કમાન્ડર સ્તરીય બેઠકનું કાર્યક્રમ બનાવવા છતાં ચીની સેનાની સાથે સહમતિ થઇ ન હતી.