નવી દિલ્હી / મોસ્કો: ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે મોસ્કોમાં મળેલી બેઠકમાં, વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને પક્ષો વચ્ચે પાંચ મુદ્દાની સમજૂતી થઈ હોવાના અહેવાલ છે.
- પાંચ મુદ્દાના કરારમાં બંને દેશો વચ્ચે સંધિઓ અને પ્રોટોકોલોનું સન્માન થવું જોઈએ.
- ચીને પરસ્પર મતભેદોને વિવાદિત થવા ન દેવા જોઈએ.
- LAC પર સૈનીકો પાછળ હટે.
- બંને પક્ષો વચ્ચે વાતચીત યથાવત રાખવી જોઈએ
- ચીન તણાવ વધે એવા પગલા ન લે