નવી દિલ્હીઃ દૂરસંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજના દ્વારા વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ભારતે મોબાઇલ ઉત્પાદનમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું
તેમણે કહ્યું કે, સરકાર બીજા ક્ષેત્રોમાં પીએલઆઇ યોજનાના વિસ્તારથી ભારતને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા ઇચ્છે છે.
પ્રસાદે ઉદ્યોગ સંઘ ફિક્કીના વાર્ષિક અધિવેશનમાં કહ્યું,- અમે ઇચ્છીએ છીએ કે, ભારત દુનિયામાં બીજો સૌથી મોટો મોબાઇલ વિનિર્માતા બને. આ અમારો લક્ષ્ય છે અને હું તેને સ્પષ્ટ રુપે પરિભાષિત કરી રહ્યો છું.
ભારત 2017 માં દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ વિનિર્માણ દેશ બન્યો હતો