અપક્ષ ઉમેદવાર સમીકરણ બગાડશે !
હરિયાણા વિધાનસભામાં મોટા ભાગે એવું બન્યું છે કે, મતદારો સ્થાનિક ઉમેદવારને જોઈને મતદાન કરતા હોય છે. લોકસભા ચૂંટણીમાં 10માંથી 10 સીટો જીતનારી ભાજપને આ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો અનેક સીટો પર નુકશાન પહોંચાડી શકે છે. પાર્ટી તો ઠીક અપક્ષ ઉમેદવારોને ધ્યાને રાખી ચૂંટણી પંચને પણ ખાસ તૈયારીઓ કરવી પડે છે.
દરેક મત અતિ મહત્ત્વનો
હરિયાણામાં 1120 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા માહોલ રસપ્રદ બન્યો છે.હકીકતમાં જોઈએ તો 2014માં રાઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત ફક્ત 3 મતથી થઈ હતી. જો કે, હાઈકોર્ટ તરફથી આ જીતને રદ કરવામાં આવી હતી. ત્યારે આવા સમયે સમજી શકાય કે, દરેક મત કેટલો કિંમતી છે. હરિયાણામાં 90 સીટ પર ઉતરેલા અપક્ષ ઉમેદવાર અનેક પાર્ટીઓના સમીકરણો બદલી શકે છે. અપક્ષ ઉમેદવારોને લઈ અલગ અલગ સીટ પર અલગ અલગ પાર્ટીઓ સાથેનો આ રાજકીય જંગ રસપ્રદ થશે.