ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જયપુર બોમ્બ વિસ્ફોટ મામલે કોર્ટે આરોપીની કસ્ટડી લંબાવી

જયપુર બોમ્બ બ્લાસ્ટ મામલે શહેરની નીચલી અદાલતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરી હતી.

જયપુર બોમ્બ વિસ્ફોટ મામલે કોર્ટે આરોપીની કસ્ટડી લંબાવી
જયપુર બોમ્બ વિસ્ફોટ મામલે કોર્ટે આરોપીની કસ્ટડી લંબાવી

By

Published : May 15, 2020, 1:00 AM IST


જયપુરઃ જયપુર બોમ્બ વિસ્ફોટ દરમિયાન જીવંત મળી આવેલા બોમ્બ કેસ મામલે જયપુરની નીચલી અદાલતે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. અદાલતે આરોપી સલમાન, શાહબાઝ, સૈફ, સરવર આઝમી અને સૈફુર રહેમાનની ન્યાયિક કસ્ટડી 28 મે સુધી લંબાવી છે.


નોંધનીય છે કે, 13 મે 2008ના રોજ શહેરમાં અનેક બોમ્બ વિસ્ફોટ થયા હતા. તે દરમિયાન એક બંધ જીવંત બોમ્બ મળી આવ્યો હતો. આ અંગે કોતવાલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શાહબાજ ઉપરાંત અન્ય ચાર આરોપીઓને અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી.

જ્યારે આરોપીએ રાજ્ય સરકાર વતી મૃત્યુદંડની સજા અને મૃત્યુ સંદર્ભ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે પેન્ડિંગ છે. તો બીજી બાજુ આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે. આ સિવાય આ એન્કાઉન્ટરમાં ચીફ ગેંગસ્ટર સહિત અન્ય એકનું મોત નીપજ્યું છે.

ABOUT THE AUTHOR

...view details