ન્યૂઝ ડેસ્ક : તાજેતરમાં જ UNICEFએ ચેતવણી આપી છે તે Covid-19ની ભારતના ભવિષ્ય પર ખૂબ જ ખરાબ અસર પડશે. ગત મહિને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના ફેલાવાના પગલે મેલેરીયા અને પોલિયો જેવા રોગો પર ધ્યાન કેન્દ્રીત કરવા હાકલ કરવામાં આવી હતી.
UNICEFએ બાળકો માટે ચિંતા વ્યક્ત કરતા કોરોના વાઈરસની બાળકો પર પડનારી અસરનુ ભયંકર ચિત્ર રજૂ કર્યુ છે. લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘણી જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ સીસ્ટમ સ્થગીત થઈ હતી. લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી હતી તેમજ આ સમયે સ્વાસ્થ્ય સબંધી સામાન્ય સેવાઓ પણ ઉપલબ્ધ ન હતી. UNICEFએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આ તમામ પરીસ્થીતિને કારણે માતા-પિતાની આવકને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. જેના પરીણામે ભૂખમરા અને કુપોષણના કારણે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે દુનિયાના 118 પછાત અને વિકાસશીલ દેશોમાં આગામી છ મહિના સુધી દરરોજ સામાન્ય મૃત્યુ ઉપરાંતના છ હજાર બાળકોના મૃત્યુ થઈ શકે છે.
આ યાદીમાં ઇથોપિયા, કોંગો, તાન્ઝાનિયા, નાઇજીરીયા, યુગાન્ડા અને પાકિસ્તાન જેવા જાનહાનીનુ સૌથી વધુ જોખમ ધરાવતા દેશોના નામ આપવામાં આવ્યા છે અને ચીંતાનો વિષય એ છે કે આ દસ દેશોના નામમાં ભારતનો સમાવેશ થાય છે. આ એવા કમનસીબ બાળકો છે જે તેમના પાંચમાં જન્મદિવસની ઉજવણી પહેલા જ આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. યોગ્ય પોષણ અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ અભાવે બાળકોના અકાળે થઈ રહેલા મૃત્યુને રોકવાની આ દેશોની જવાબદારી છે. UNICEFએ જણાવ્યુ હતુ કે જો યોગ્ય સમયે યોગ્ય પગલા નહી લેવામાં આવે તો આગામી દીવસોમાં પરીસ્થીતિ વધુ ખરાબ થઈ શકે છે. માટે જ UNICEFએ ભારત સહીત અનેક દેશોને ચેતવણી આપી છે.