મોદી સરકારનો મહત્વનો નિર્ણય, સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં વધારો - કેન્દ્રીય પ્રધાન
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટમાં અટકાયેલા કેસની સંખ્યાને ધ્યાને રાખી જજની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 30થી વધીને 33 થઈ ગઈ છે.
ians
કેન્દ્રીય મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં હવે જજની સંખ્યા વધીને 30થી 33 થઈ ગઈ છે. મોદી સરકારે 2016માં હાઈકોર્ટમાં પણ જજની સંખ્યા 906માંથી વધારીને 1079 કર્યા હતાં.