ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2019: 2018-19માં પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો - gujaratinews

ન્યૂઝ ડેસ્ક: દેશમાં નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન ગત વર્ષની સરખામણીએ વિદેશી પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. પરંતુ પર્યટનથી થનારી વિદેશી ચલણની આવક ઘટીને 27.7 અરબ ડૉલર થઈ છે. આર્થિક સર્વેક્ષણ 2018-19 મુજબ, ભારતમાં વર્ષ 2017-19માં 1.04 કરોડ પર્યટકો આવ્યા હતા, જ્યારે પર્યટકોની આ સંખ્યા 2018-19માં વધીને 1.06 કરોડ થઈ ગઈ છે. જોકે પર્યટકથી થનારી વિદેશી ચલણની આવક 2018-19માં 27.7 અરબ ડૉલરની રહી છે, જ્યારે આ આવક 2017-18માં 28.7 અરબ ડૉલર હતી.

બજેટ 2019: 2018-19માં પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો

By

Published : Jul 5, 2019, 2:13 AM IST

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, પર્યટન વિભાગે અર્થવવ્યવસ્થાના વિકાસનો એક મહત્વનું અંગ છે. જે GDP, વિદેશી ચલણ મેળવવામાં તેમજ રોજગાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ભારતમાં 2017-18માં વિદેશી પર્યટકોનું FTA 14 ટકાથી વધીને 1.04 કરોડ થઈ ગયું છે. જેને લઈને વિદેશી ચલણની આવક વધીને 28.7 અરબ અમેરિકી ડૉલર થઈ ગઈ છે. પરંતુ 2018-19માં આ વિભાગમાં મંદીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને વિદેશી પર્યટકોની સંખ્યા વધીને 1.06 કરોડ થઈ હોવા છતા પર્યટનથી મળતી વિદેશી ચલણની આવક ઘટીને 27.7 અરબ ડૉલર રહી છે.

અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2018-19માં ઈ-વાણિજ્ય બજાર 12 ટકાની વૃદ્ધિથી 43 અરબ ડૉલર સુધી પહોંચી જશે. આઈટી સેવામાં લગભગ 20 ટકાની ભાગીદારી સાથે બીપીએમ દ્વારા લગભગ 52 ટકાની ભાગીદારીની સાથે સૌથી મોટો ભાગ છે. સૉફ્ટવેર પ્રોડેક્ટ તેમજ એન્જિનયરિંગ સેવાઓની સાથે લગભગ 19 ટકાની ભાગીદારી છે, જ્યારે હાર્ડવેરની 10 ટકા ભાગીદીરી રહી છે.

મીડિયા અને મનોરંજન વિભાગમાં મુખ્ય રીતે ટેલીવિઝન, પ્રિન્ટ, રેડિયો, ફિલ્મ, સંગીત, ડિઝિટલ વિજ્ઞાન, વિઝ્યુઅલ ઈફેક્ટ અને ગેમ્સ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2019ના ઉદ્યોગનો આકાર 2013માં 91,810 કરોડ રૂપિયાનો હતો, જે 2018માં વધીને 1,67,500 કરોડ રૂપિયાનો થયો હતો. ગત વર્ષોમાં 82.44 ટકાની વૃદ્ધિ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગુરૂવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2018-19 રજૂ કર્યું.

ABOUT THE AUTHOR

...view details