ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના વાયરસના રોગીઓની સંખ્યા વધીને 65 થઈ, મહારાષ્ટ્રમાં નવો કેસ

ભારતમાં કોરોના વાયરસ રોગીઓની સંખ્યા વધતી જાય છે. બુધવારના દિવસે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે ભારતે વિદેશથી આવતા લોકોના વિઝા 15 ઐપ્રિલ સુધી રદ કર્યાં છે. જો કે, હવે મહારાષ્ટ્રમાંથી નવો કેસ સામે આવ્યો છે. જેથી ભારતમાં કોરોના રોગીઓની સંખ્યા 65 સુધી પહોંચી ગઇ છે.

ETV BHARAT
ભારતમાં કોરોના વાયરસ રોગીઓની સંખ્યામાં વધારો, મહારાષ્ટ્રમાં નોંધાયા નવા કેશ

By

Published : Mar 12, 2020, 3:30 PM IST

નવી દિલ્લીઃ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને લીધે WHOએ આ વાયરસને મહામારી જાહેર કર્યો છે, ત્યારે ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 65 થઇ ગઇ છે. આ મહામારીને ફેલાતી રોકવા માટે ભારત સરકારે વિદેશથી આવતા લોકોના વિઝા 15 ઐપ્રિસ સુધી રદ કર્યા છે.

આ મહામારીથી બચવા ભારત સરકારે બધા રાજ્યોને મહામારી આધિનિયમ, 1897ની જરૂરી જોગવાઈઓનો અમલ કરવાની સલાહ આપી હતી. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 11 થઇ ગઇ છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ

  • હરિયાણા-14
  • કેરળ-14
  • રાજસ્થાન-3
  • તેલંગના-1
  • ઉતર પ્રદેશ-9
  • લદ્દાખ-2
  • તમિલનાડુ-1
  • જમ્મુ-કાશ્મીર-1

ABOUT THE AUTHOR

...view details