રવિવારે સવારે ઇન્દોરમાં વિજયનગરમાં આવેલા પ્રવીણ કક્કડના નિવાસસ્થાને દિલ્હીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 50થી પણ વધુ અધિકારીઓ દ્વારા દરોડા દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના CM કમલનાથના અંગત સચિવના નિવાસસ્થાને ITના દરોડા - Gujarat
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડના ઘરે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રવીણ કક્કડ પૂર્વ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. જેમના ઘરે એક સાથે ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રવીણ કક્કડના ઘરે ઇન્કમટેક્સ વિભાગના દરોડા
પ્રવીણ કક્કડ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના અંગત સચિવ છે. આ દરમિયાન પોલીસે સમગ્ર વિસ્તાનને સીલ કરી દીધુ હતું. હાલ વિભાગની ટીમ દ્વારા તપાસ ચાલુ છે.
Last Updated : Apr 7, 2019, 2:49 PM IST