પ્રાપ્ત વિગતો મુજબ, દરોડા દરમિયાન 32.6 કરોડ રુપિયાના કાળા નાણા સાથે 10 કિલોગ્રામ સોનાને પણ જપ્ત કરવામાં આવ્યું છે.
તમિલનાડુની કંપની પર ઈન્કમ ટેક્સના દરોડા, 435 કરોડનું કાળુ નાણું મળી આવ્યું
નવી દિલ્હી: આવક વેરા વિભાગે તમિલનાડુ સ્થિત એક કંપનીમાં દરોડા દરમિયાન 435 કરોડનું કાળુ નાણું જપ્ત કર્યું છે. આ વાતની જાણકારી CBDTએ રવિવારના રોજ આપી હતી.
tamil nadu
આયકર વિભાગે આ દરોડા તમિલનાડુના 20 શહેરોમાં 15 નવેમ્બરના રોજ પાડ્યા હતા. જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDTએ એ નથી જણાવ્યું કે દરોડા ક્યાં પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત કંપનીના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો નથી, જો કે એવું કહેવામાં આવ્યું છે કે, કંપની કરચોરીમાં સામેલ છે.