ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-ચીન સીમા વિવાદઃ ચીનનો ભારતીય સૈનિકો પર ફાયરિંગ કર્યુ હોવાનો આક્ષેપ - લદાખ

પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ફાયરિંગ થયાના સમાચાર છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ભારતે પેંગોંગ તળાવની દક્ષિણમાં રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ ઉંચાઇવાળા સ્થળોએ સુરક્ષા વધારી છે.

Firing takes place at LAC in Eastern Ladakh
પૂર્વી લદ્દાખના એલએસી પર ફાયરિંગ

By

Published : Sep 8, 2020, 6:45 AM IST

Updated : Sep 8, 2020, 7:15 AM IST

લદ્દાખ: સીમા પર તણાવની વચ્ચે પૂર્વી લદાખ સેક્ટરમાં એલએસીની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગોળીબારીની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બંને પક્ષોની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વાતચીત ચાલી રહી છે. જેમાં પાંચ લેફ્ટેનન્ટ જનરલ લેવલની વાતચીત સામેલ છે. પરંતુ હજી સુધી કોઈ પરિણામ પ્રાપ્ત થયું નથી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદાખ સ્થિતિ પેંગોંગ તળાવના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ક્ષેત્ર પર કબજો કરવા માટે ચીન દ્વારા 29 ઓગષ્ટ અને 30 ઓગષ્ટના રોજ કરવામાં આવેલી અસફળ કોશિશ બાદ ફરી એક વખત તણાવ વધી ગયો છે. ભારત પેંગોંગ નદીના દક્ષિણમાં રણનીતિક રૂપથી ઉંચાઇવાળા સ્થાન પર સુરક્ષા વધારી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભારતીય અને ચીની સેનાઓ તણાવ ઘટાડવાના પ્રયાસમાં રવિવારે પૂર્વી લદ્દાખમાં બીજા તબક્કાની વાતચીત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે, ભારતીય સેનાએ અત્યાધિક ઉચ્ચ સ્તરની સતર્કતા વધારી દીધી છે. તે વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં મુકાબલો કરવામાં સક્ષમ છે.

Last Updated : Sep 8, 2020, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details