કોલકાતા (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી રસ્તા પર ઉતરી છે. ભાજપ દ્વારા મમતા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજધાની કોલકાતામાં મોટા ભાગના તમામ સ્થળે કાર્યકર્તાઓ અને રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં 'નાબન્ના ચલો' આંદોલન શરૂ કરીને સચિવાલય તરફ આગળ વધી રહ્યા છે. ભાજપના વિરોધ પ્રદર્સનને જોતા વિદ્યાસાગર સેતુ અને હાવરા બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.
બંને તરફથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે પ્રદર્શનકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ સાથે જ તેમની પર પાણીનો મારો પણ ચલાવ્યો હતો. પ્રદર્શનકર્તાઓને હટાવવા માટે પોલીસ બળ કામ કરી રહ્યું છે. ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ કહ્યું કે, પોલીસ અમારા લોકો પર લાઠી ચાર્જ કરી રહીછે. ખિદિરપુર તરફથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. શું પોલીસ આ બધું નથી જોઈ શકતી? ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય રસ્તા વચ્ચે ધરણાં પર બેસી ગયા છે.
કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, પશ્ચિમ બંગાળ સરકાર અંદરથી ડરેલી છે. આના કારણે જ તેઓ વિરોધના મૂળભૂથ લોકશાહીના અધિકારોને નકારવામાં લાગી છે. રાજ્ય સચિવાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી મોદીજી અથવા ભાજપની વાત છે તો અમે ટીએમસી અને મમતા બેનર્જીથી કોઈ પણ પ્રમાણપત્રની આવશ્યકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપને બંગાળમાં શૂન્ય મળશે, પરંતુ અમે 18 સીટ પર જીત મેળવી લીધી હતી. અમે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીમાં બે તૃત્યાંશ બહુમતથી જીતીશું. આજે વિરોધ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવ્યા છે.