ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિત્રો સાથે પત્તા રમવા ગયેલા ટ્રક ડ્રાઈવરે 24 લોકોને કોરોના પોઝિટિવ કર્યા - corona spread by truck driver

આંધ્રપ્રદેશના વિજયવાડાનો ટ્રક ડ્રાઈવર સમય વિતાવવા મિત્રો સાથે પત્તા રમવા ગયો હતો. જે દરમિયાન સામાજિક અંતરના અભાવને કારણે 24 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો.

વિજયવાડામાં ટ્રક ડ્રાઈવરે મિત્રો સાથે કાર્ડ રમતા ફોલાવ્યો કોરોના
વિજયવાડામાં ટ્રક ડ્રાઈવરે મિત્રો સાથે કાર્ડ રમતા ફોલાવ્યો કોરોના

By

Published : Apr 26, 2020, 12:14 PM IST

અમરાવતી: આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં લોકડાઉનના કારણે સમય પસાર કરવાના ઇરાદે મિત્રો અને પડોશીઓ સાથે પત્તા રમવામાં 24 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આ માહિતી કૃષ્ણા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ એ.મોહમ્મદ ઈમ્તિયાઝે આપી હતી.

ઇમ્તિયાઝે જણાવ્યુ હતું કે, વિજયવાડાના કર્મિકા વિસ્તારમાં ટ્રક ચાલક અને તેમના મિત્રો સમય પસાર કરવા માટે ભેગા થયા હોવાથી વધુ 15 લોકો કોવિડ -19 દર્દીઓ થયો છે.

ત્યારે હવે ફરી એક વાર વિજયવડાના કૃષ્ણ લંકા વિસ્તારમાં પણ ટ્રક ડ્રાઈવર તેના મિત્રો અને પડોશીઓ સાથે કાર્ડ અને મહિલાઓ જુથ બનાવી તંબોલા રમતા હતા જે દરમિયાન સામાજિક અંતરના અભાવને કારણે 24 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો.

વીડિયો મેસેજમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું છે કે, સામાજિક અંતરનું ઉલ્લંઘન જ ચેપ વધવાનું કારણ છે. તેમણે ચેપથી બચવા માટે સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વિજયવાડામાં અત્યાર સુધીમાં કોવિડ -19ના 100 જેટલા કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details