ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વારાણસીમાં PMના જન્મ દિવસ પર 69 કિલો લાડુની કેક કાપી કરાઈ ઉજવણી - પાંડેપુર જિલ્લા સ્થિત આવેલી ASI હોસ્પિટલ

વારણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 જન્મદિવસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ધામધુમથી PMનો જન્મદિવસ મનાવી રહી છે. વારણસીમાં જન્મદિવસના અવસર પર રક્તદાન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 555 ભારતીય જનતા પાર્ટીના પદાઅધિકારીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરના આયોજનની સાથે 69 કિલો લાડુની કેક કાપી લોકોએ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અનોખા અંદાજમાં ઉજવ્યો હતો.

etv bharat

By

Published : Sep 17, 2019, 2:28 PM IST

Updated : Sep 17, 2019, 7:46 PM IST

પાંડેપુર જિલ્લા સ્થિત આવેલી ASI હોસ્પિટલ ખાતે કેમ્પમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના સંસદીય વિસ્તાર વારણસીમાં તેમનો જન્મદિવસ સેવા સપ્તાહના રુપે મનાવવામાં આવી રહ્યો છે. આ તકે આજે મહાકુંભ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરુઆત કેબિનેટ પ્રધાન આશુતોષ ટંડને કરી હતી. આ અવસર પર રાજ્યપ્રધાન રવિન્દ્ર જયસ્વાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને કેક કાપી વડાપ્રધાનના ફોટાને કેક ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.

કેબિનેટ પ્રધાન આશુતોષ ટંડને કહ્યુ કે, વડાપ્રધાન મોદી હંમેશા તેમના જીવનને સેવાના રુપે સમર્પિત કરી છે. વડાપ્રધાન પદ પર આવ્યા બાદ હંમેશા વિવિધ યોજનાઓથી લોકોની સેવા કરી રહ્યા છે. તેમનો જન્મદિવસ સેવા સપ્તાહના રુપે મનાવવામાં આવી રહ્યો છે.

Last Updated : Sep 17, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details