અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાવકા ભાઈએ સંપતિના વિવાદમાં પાંચ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી હતી. જે આરોપીની પોલીસે 22 વર્ષ બાદ ધરપકડ કરી હતી. 22 વર્ષ પહેલા નોંધાયેલા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સાવકા ભાઈએ સંપતિના વિવાદને કારણે પાંચ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરીને હત્યા કરી હતી. વર્ષ 1998માં પાંચ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી તેની હત્યા કરીને મૃતદેહને કૂવામાં ફેંકી દેતા પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશ: હત્યાના 22 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી - યુપી
ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાવકા ભાઈએ સંપતિના વિવાદમાં પાંચ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી હતી. જે આરોપીની પોલીસે 22 વર્ષ બાદ ધરપકડ કરી હતી.
અલીગઢ
પોલીસે આરોપીના કહેવાથી જંગલમાં આવેલા કૂવામાંથી મૃતદેહના અવશેષ બહાર કાઢયા હતા. ત્રણેય આરોપીઓ ઉપર દસ-દસ હજાર રૂપિયાનું ઇનામ હતું. આ સમગ્ર મામલો માનપુર ગામના પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એસપીએ પત્રકાર પરિષદ દ્વારા સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો.