નવી દિલ્હી: નાગરિકતા કાયદા સામે થઇ રહેલા વિરોધ વચ્ચે શાહીન બાગમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ દિલ્હી પોલીસે નોટીસ જાહેર કરી છે કે, આજુબાજુના વિસ્તારમાં લોકોનું ટોળું ભેગુ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શાહીન બાગમાં વિરોધ વચ્ચે કલમ 144 લાગુ, પોલીસની બાજ નજર - LATEST NEWS IN Delhi Police
નાગરિકતા કાયદા સામે થઇ રહેલા વિરોધ વચ્ચે શાહીન બાગમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કોઇપણ પ્રકારના પ્રદર્શન કરવાવાળા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શાહીન બાગ
દિલ્હી પોલીસ દ્વારા શાહીન બાગના આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઇને કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. ત્યાં સંયુકત કમિશ્નર ડીસી શ્રીવાસ્તવ પણ હાજર છે. તેમણે કહ્યું છે કે, અમારો હેતુ કાનૂન વ્યવસ્થા બનાવી રાખવી તેમજ અનિચ્છિત ધટના ન બને તે અટકાવવાનો છે.