ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાર્થી રાજકારણના નામે કેટલાક લોકો ચલાવે છે વિઘટનકારી એજન્ડા - Jawaharlal Nehru University

નવી દિલ્હી: દેશના 208 વાઈસ ચાન્સેલરો અને શિક્ષણવિદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણના નામે ડાબેરીઓ દ્વારા પ્રાયોજીત હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ડાબેરી કાર્યકરો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણવિદોએ દ્વારા વડાપ્રધાન મોદીને આ પત્ર 11 જાન્યુઆરીના રોજ લખવામાં આવ્યો હતો. પત્રમાં 208 વાઈસ ચાન્સેલર, પ્રોફેસર અને શિક્ષણવિદોના નામ છે.

PM MODI
વડાપ્રધાન મોદી

By

Published : Jan 12, 2020, 9:25 PM IST

શિક્ષણવિદોના આ સમૂહ દ્વારા વડાપ્રધાન મોદી સમક્ષ આ મુદ્દે ચિંતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે વડાપ્રધાન સમક્ષ માગણી કરી કે, શૈક્ષણિક સંસ્થાઓને અરાજકતાના વાતાવરણથી મુક્ત કરવામાં આવે. શિક્ષણવિદોએ પત્રમાં લખ્યું કે, વિદ્યાર્થી રાજકારણના નામે યુનિવર્સિટીઓમાં વિઘટનકારી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.

તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, JNU અને જામિયાથી લઈને જાદવપુર યુનિવર્સિટી સુધી મુઠ્ઠીભર વામપંથી કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓને અવરોધી રહ્યાં છે.

શિક્ષણવિદોએ જણાવ્યું કે, યુનિવર્સિટીઓમાં ડાબેરી કાર્યકરોની અસામાજીક પ્રવૃત્તિઓને કારણે લેખન-વાચનથી લઈને વિચારોના આદાન પ્રદાન સુધીના તમામ પ્રકારના કાર્યક્રમોના આયોજનમાં અવરોધ ઉભો થાય છે. જે કેમ્પસમાં ડાબેરી સંગઠનોની પકડ છે, ત્યાં પોતાની વિચારધારા થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેમ્પસને પોતાની મિલકત સમજીને વ્યક્તિગત સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે.

208 શિક્ષણવિદોના આ સમૂહે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ સમયે તમામ લોકશાહી શક્તિઓએ આગળ આવીને શૈક્ષણિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણમાં પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details