ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવતા રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું - Maharana pratap

ભૂતપૂર્વ રાજ્ય શિક્ષણપ્રધાન વાસુદેવ દેવનાની ફરી એકવાર કોંગ્રેસ સરકાર તેમજ રાજ્ય શિક્ષણપ્રધાન ગોવિંદસિંહ ડોટાસરા પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનની શાળાઓમાં દસમા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મહારાણા પ્રતાપની વીરતાને બદલે અકબરને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવતા રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવતા રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું

By

Published : Jun 28, 2020, 8:46 PM IST

રાજસ્થાન: રાજસ્થાનની શાળાઓમાં દસમા તેમજ બારમા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવી છે, જે અંગે ભૂતપૂર્વ રાજ્ય શિક્ષણપ્રધાન વાસુદેવ દેવનાનીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં કરવા એ અપરાધ છે. સરકાર આ રીતે એક ચોક્કસ વર્ગની તરફેણ કરી રહી છે. શાળામાં બાળકોને ખોટું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સરકારની આ હરકતને સાંખી નહીં લેવાય.

ઇતિહાસમાં સ્પષ્ટપણે સાબિતીઓ આપવામાં આવી છે કે, હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ જીત્યા હતા જ્યારે અકબરની હાર થઈ હતી. પરંતુ અભ્યાસક્રમમાં મહારાણા પ્રતાપની વીરતાને કોરાણે મૂકી અકબરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આમ મહારાણા પ્રતાપ સહિત અનેક મહાપુરૂષોની વીરતાનું અપમાન થઇ રહ્યું છે.

ઉપરાંત હલ્દીઘાટીના મેદાનનું નામ હલ્દીઘાટી રાખવા અંગે પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે મેવાડની મહિલાઓ હાથમાં હળદર લગાવતી હતી આથી મેદાનનું નામ હલ્દીઘાટી પડ્યું છે. જે સદંતર ખોટું છે. મેદાનનું નામ હલ્દીઘાટી એટલા માટે રાખવામાં આવ્યું હતું કે તેની માટી હળદરના રંગની છે તેમજ યુદ્ધ પહેલેથી જ તેનું નામ હલ્દીઘાટી હતું.

દેવનાનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા દેશના ઇતિહાસનું અપમાન કરતી રહી છે. પરંતુ આ વખતે તેમની આ હરકત ચલાવી નહી લેવાય. આ મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો થઈ રહ્યા છે તેમજ એનું સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આમ જ રહ્યું તો વિધાનસભામાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details