ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિમલામાં શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને તેમની પત્ની કોરોના પોઝિટિવ - હિમાચલ કોરોના અપડેટ

હિમાચલમાં કોરોના વાઈરસનો કહેર ઘટવાનું નામ નથી લઈ રહ્યો. હવે કોરોનાની ઝપેટમાં ત્યાંના પ્રધાનો પણ આવી રહ્યા છે. જયરામ સરકારમાં વધુ એક પ્રધાનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શિમલામાં શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને તેમની પત્ની કોરોના પોઝિટિવ
શિમલામાં શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને તેમની પત્ની કોરોના પોઝિટિવ

By

Published : Oct 7, 2020, 2:06 PM IST

શિમલાઃ હિમાચલમાં કોરોના વાઈરસનો કહેર ઘટવાનું નામ નથી લઈ રહ્યો. હવે કોરોનાની ઝપેટમાં ત્યાંના પ્રધાનો પણ આવી રહ્યા છે. જયરામ સરકારમાં વધુ એક પ્રધાનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જાણવામાં આવી રહ્યું છે કે, તેમનો પુત્ર બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે આયુર્વેદ વિભાગમાં ડોક્ટર છે. મળતી માહિતી અનુસાર, મંગળવારે રાત્રે સુરેશ ભારદ્વાજની પત્નીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને આઈજીએમસીમાં લાવવામાં આવ્યા હતા. અહીં બંનેના કોરોના રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. કોરોના તપાસ બાદ બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. હાલમાં પ્રધાનની પત્ની આઈજીએમસીમાં દાખલ છે. જ્યારે સુરેશ ભારદ્વાજ ઘરમાં આઈસોલેટ છે. જણાવી દઈએ કે, જયરામ સરકારમાં એક ધારાસભ્ય સુરેન્દ્ર શૌરી, ઊર્જા પ્રધાન સુરેશ ચૌધરી અને હવે શહેરી વિકાસ પ્રધાન સુરેશ ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવ્યા છે.

મુખ્યપ્રધાન જયરામ ઠાકુરનો આજે કોરોના રિપોર્ટ થઈ શકે છે. મંગળવારે સીએમના પ્રધાન અંગત સચિવ ડો. આર. એન. દત્તાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર છેલ્લા ત્રણ દિવસથી આઈસોલેટ છે. જોકે હાલમાં મુખ્યપ્રધાન સ્વસ્થ છે અને કોરોનાના લક્ષણ આવ્યા બાદ મુખ્યપ્રધાનના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details