ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં ત્રણ યુવાનોના નદીમાં ડૂબી જતા મોત થયા - રાજસ્થાનમાં ત્રણ યુવાનો નદીમાં ડૂબી

હિંડૌનના અલીપુરા ગામના ત્રણ યુવાનો બુધવારે નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. મોડી રાત સુધી યુવકો ઘરે પહોંચ્યા ન હતા. ત્યારે પરિવારજનોએ નદીમાં યુવકની શોધખોળ કરી તો બુધવારે ત્રણેય યુવકને મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પરિવારે મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા અને ઘરે લઇ આવ્યા હતા. એક સાથે ત્રણ યુવાનોના મોતને લઇને ગામમાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણેય યુવકો એક જ પરિવારના સભ્યો હોવાનું જણવા મળ્યુ છે.

રાજસ્થાનમાં ત્રણ યુવાનો નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા
રાજસ્થાનમાં ત્રણ યુવાનો નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા

By

Published : May 27, 2020, 2:34 PM IST

રાજસ્થાનઃ હિંડૌનના અલીપુરા ગામના રહેવાસી બાલકૃષ્ણ, કેશવ અને શ્યામસિંહ ગુર્જર મંગળવારે સાંજે 4 વાગ્યે ભોપુર ગામમાં ગંભીર નદી પર નાહવા માટે ગયા હતા. જ્યાં ઉંડા પાણીમાં જતા ત્રણેય ડૂબી ગયા હતા. મોડી સાંજ સુધી યુવક ઘરે પહોંચ્યો ન હતો ત્યારે, પરિવારજનોએ નદીમાં યુવકની શોધખોળ કરી તો બુધવારે ત્રણેય યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.

પોલીસને જાણ કર્યા વિના જ ઘરે લઈ ગયા હતા. એક જ પરિવારના ત્રણ યુવકોના મોતથી ગામમાં શોક છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details