જયપુર : વિશ્વભરમાં કોરોના સંકટ વ્યાપેલું છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને પણ તકલીફ થઈ રહી છે. રાજસ્થાનના એજ્યુકેશન હબ કોટામાં યુપીના છાત્રો ફસાયેલા છે.યુપી સરકારે 8 હજાર છાત્રોને પાછા લાવવા 250 બસો મોકલી છે.
લૉકડાઉન બાદ કોટા પ્રશાસને લગભગ 30 હજાર વિદ્યાર્થીઓની પરમિટ પર રોક લગાવી છે. કોટામાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ ભણે છે.