યેદિયુરપ્પાએ વ્યક્ત કરી ખુશી
કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું ખુશ છું કે લોકોએ એક મજબૂત સરકારને ચૂંટી છે.
કર્ણાટકની જનતાએ મજબૂત સરકારને આપી છે તાકાતઃ નરેન્દ્ર મોદી
કર્ણાટકની પેટાચૂંટણીના પરિણામને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે કર્ણાટકના લોકોએ નિશ્ચિત કર્યું છે કે હવે કોંગ્રેસ અને જેડીએસ ત્યાના લોકો સાથે વિશ્વાસઘાત કરી શકશે નહીં. કર્ણાટકની જનતાએ એક સ્થિર અને મજબૂત સરકારને તાકાત આપી છે.
હુનસૂર સીટ પર કોંગ્રેસે કબજો મેળવ્યો
કર્ણાટકની પેટાચૂંટણીમાં મતગણતરી શરૂ છે ત્યારે 15 બેઠકોમાંથી 10 બેઠક પર ભાજપ આગળ છે. ત્યારે હુનસૂર સીટ પર કોંગ્રેસે 1 બેઠક પોતાના નામે કરી છે.
ભાજપાએ ત્રણ બેઠક પર જીત હાંસલ કરી
- યેલ્લાપુર બેઠકના ભાજપ ઉમેદવાર શિવરામને મળી જીત
- કેઆર પેટમાં ભાજપ ઉમેદવાર નારાયણ ગૌડાને મળી જીત
- હિરીકેરૂમાં ભાજપ ઉમેદવાર બીસી પાટિલને મળી જીત
શરૂઆતમાં ભાજપ 3 સીટ પર આગળ, જેડીએસ એક સીટ પર આગળ
કર્ણાટકમાં મતગણતરી શરુ, BJP 9 સીટ પર આગળ
મતગણતરી પહેલા રાજ્યના કેટલાક નેતાઓએ મંદિરે જઈ પુજા પાઠ કર્યા હતા. મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્યા ધર્મસ્થળ ગયા અને ભગવાન મંજૂનાથના આશીર્વાદ લીધા હતા.જેડી એસના 86 વર્ષીય સંરક્ષક અને પૂર્વ વડાપ્રઘાન એચ.ડી દેવગોડાએ પણ શિરડીના સાંઈબાબા મંદિરમાં પુજા કરી હતી. તેમની સાથે વિધાન પરિષદના સભ્ય ટી.એસ શ્રવણ હાજર હતા.
કર્ણાટકના ગ્રામીણ વિકાસ પ્રધાન એસ ઈશ્વરપ્પા પણ ગડાગમાં વીરેશ્વર પુણ્યશ્રમ જઈ અને વિશેષ પુજા કરી હતી.