જો કે, આ પ્રતિબંધ પર 15 ઓગસ્ટ બાદ ઢીલ મળે તેવી સંભાવના છે. આ અંગે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે, 15 ઓગસ્ટ બાદ પ્રતિબંધને લઈ ઢીલ આપવામાં આવશે. જો કે, ઈન્ટરનેટ અને ફોન સેવાને વિધિવત થતાં થોડો સમય હજૂ પણ લાગી જશે.
જમ્મુ કાશ્મીરમાં 10 દિવસમાં બધું બરાબર થઈ જશે: સત્યપાલ મલિક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ત્યાંની પરિસ્થિતીમાં હજૂ પણ સુધારો જોવા મળ્યો નથી, જો કે, ઈદના તહેવાર પર શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી. અહીં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ઘટી નહોતી. હાલ ત્યાં ડગલેને પગલે સુરક્ષાના જવાનોની બાજનજર રહેલી છે.ભારે માત્રામાં સેનાની તૈનાતીના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ થઈ રહી છે.
file
મલિકે વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ બાદ અવરજવરમાં લગાવેલો પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવશે. જો કે, તેમણે ફોન અને ઈન્ટરનેટને યુવાનોને અવડા રસ્તે લઈ જતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. અમે દુશ્મનોને આ હથિયાર ત્યાં સુધી નથી આપવા માગતા જ્યાં સુધી પરિસ્થિતી સામાન્ય ન થઈ જાય. એક અઠવાડિયું અથવા તો 10 દિવસમાં બધું બરોબર થઈ જશે. ધીમે ધીમે સંપર્ક પણ ચાલું જશે.