આ 'વાસણ બેંક' ઉભી કરવા પાછળનો હેતુ શહેરમાં કચરાના ઢગ્લા ઓછા કરવાનો છે. લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે આ બેંક ઉભી કરાઈ છે.
પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આ પ્રકારની 'બેંક' ભારતના દરેક શહેરમાં ખુલવી જોઈએ ! - 'Utensil bank'
બેતુલઃ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તે માટે મધ્યપ્રદેશની બેતુલ મહાનગર પાલિકાએ આવકારદાયક પગલું ભર્યુ છે. તેમણે એક વાસણ બેંક બનાવી નાગરિકોનાં શુભ-અશુભ પ્રસંગોમાં થાળી, વાડકી, ચમચી સહિતના વાસણો ઉધાર આપે છે. જેના કારણે લોકોના પ્રસંગનો પ્રસંગ પણ સચવાઈ જાય છે અને પ્લાસ્ટિકનો વપરાશ પણ થતો નથી.
પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આ પ્રકારની 'બેંક' ભારતના દરેક શહેરમાં ખુલવી જોઈએ !
બેતુલ મહાનગરપાલિકાના પ્રમુખ અલ્કેશ આર્યા અને ચીફ ઓફિસર પ્રિયંકા સિંઘે કહ્યું હતું કે,' લોકો પ્લાસ્ટિક ડીશનો ઉપયોગ કરી ફેંકી દે છે. આ પગલા પછી લોકો તેમના પ્રસંગોમાં સ્ટીલની થાળી અને અન્ય ચીજવસ્તુઓનો ગમે તેટલીવાર ઉપયોગ કરી શકે છે.'
અધિકારીઓના મતે, આ પગલાથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી રહ્યા છે.