ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજેપી કેન્દ્ર સરકારની એક વર્ષની સફળતા બતાવવા માટે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરશે - Rally by video conference

કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતા દિલ્હી પ્રદેશ બીજેપી કેન્દ્ર સરકારની યોજાનાઓને જે સફળતા મળી છે તેનો પ્રચાર-પ્રસાર કરશે. દિલ્હી બીજેપીના નવ નિયુક્ત અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, આગામી 13 જૂને મોદી સરકારની સફળતા બતાવવા માટે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરાશે.

BJP will hold a virtual rally
દિલ્હીમાં બીજેપી કેન્દ્ર સરકારની એક વર્ષની સફળતા બતાવવા માટે વર્ચુઅલ રેલીનું આયોજન કરશે.

By

Published : Jun 9, 2020, 7:34 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકારને એક વર્ષ પૂર્ણ થતા પ્રદેશ બીજેપી કેન્દ્ર સરકારની યોજાનાઓને જે સફળતા મળી છે તેનો પ્રચાર-પ્રસાર કરશે. દિલ્હી બીજેપીના નવ નિયુક્ત અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે આગામી 13 જૂને મોદી સરકારની સફળતા બતાવવા માટે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરાશે.

આ રેલીને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સંબોધીત કરશે. 13 જૂનના રોજ સાંજે 4 વાગ્યે આયોજીત થનારી આ રેલીને જોવા માટે દિલ્હીની પ્રત્યેક વિધાનસભામાં બે જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યા કાર્યકર્તાઓ એલઇડી સ્કિન પર કેન્દ્રીય પ્રધાનના ભાષણને સાંભળી શકશે તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ રેલીમાં હાજરી પણ આપશેે.

દિલ્હીમાં બીજેપી કેન્દ્ર સરકારની એક વર્ષની સફળતા બતાવવા માટે વર્ચુઅલ રેલીનું આયોજન કરશે.

પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, કોરોના મહામારીમાં બીજેપી જ એક એવી પાર્ટી છે જે લોકોને તમામ પ્રકારની મદદ માટે આગળ આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં 1 કરોડથી વધારે લોકોને બે ટકનું ભોજન પાર્ટીનાં કાર્યકર્તાઓએ પહોચાડ્યું હતું. કાર્યકર્તા કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરૂ થતા જે સફળતા મેળવી છે તે બતાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા દેશની જનતા માટે લખેલા પત્ર તેમજ સફળતાની સૂચીને બુધવારે દિલ્હીમાં પાર્ટીના કાર્યકર્તાઓ વિતરણ કરશે. પાર્ટીના તમામ સાંસદ, વિધાયકો તેમજ તમામ કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકારની સફળતાની સૂચી તેમજ વડાપ્રધાને લખેલા પત્ર લોકોને આપશે.

આદેશ ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીની ઉપલબ્ધીઓમાં દક્ષિણ દિલ્હીના બદરપુરમાં એક વલ્ડ ક્લાસ ઇકો પાર્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ દિલ્હીની અસીમિત કોલોનીમાં રહેનારાઓને માલિકાના હક આપવાનું કામ કેન્દ્ર સરકારે આ એક વર્ષના સમયગાળા દરમિયાન કર્યું છે. ઉપરાંત દિલ્હી મેરઠ એક્સપ્રેસનું નિર્માણ, દિલ્હીના 50 હજારથી વધુ દુકાનદારોને ફ્રિ હોલ્ડ કરવાના કામ જેવા અનેક કામો તેમજ મેટ્રોના ચોથા તબક્કાને મંજૂરી આપવા સહિત અનેક કામ મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન થયા છે.

વધુમાં કહ્યું કે, પ્રદેશ બીજેપીની જવાબદારી છે કે, તે આ કામોને દિલ્હીના લોકોને સારી રીતે બતાવે, સાથોસાથ આ કોરોના કાળમાં બીજેપી દિલ્હીમાં 15 લાખ ઘરોમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરશે.

ABOUT THE AUTHOR

...view details