ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં વિદ્યાર્થીઓ લાચાર...જમીન અને પગથિયાં પર પરીક્ષા આપવા મજબૂર..! - Latest news of Bihar

બિહાર: ભવનના અભાવમાં યોજાયેલ પરીક્ષા મજાક બની હતી. RLSY કોલેજમાં જમીન અને સીડીઓ પર બેસી ત્રીજા વિભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેથી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જેથી અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.

in-bihar-students-sit-exams-on-land-and-stairs

By

Published : Oct 26, 2019, 3:04 PM IST

બિહાર વિશ્વવિદ્યાલયના સ્નાતક ત્રીજા વિભાગના જીએસની પરીક્ષા જે રીતે બેતિયાના RLSY કોલેજમાં યોજાઈ જેમાં એકવાર ફરી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. શહેરના RLSY કોલેજમાં ભવનના અભાવમાં યોજાયેલ પરીક્ષા મજાક બની છે. પરીક્ષાનું દશ્ય સામુહિક ભોજનની જેમ દેખાઈ રહ્યું છે, પરંતુ અહીં ભોજન નહી પરીક્ષા ચાલી રહી હતી. જેમને જ્યાં મન થયું બેસી ગયા અને પરીક્ષા આપી હતી.

બિહારમાં વિદ્યાર્થીઓએ જમીન અને સીડી પર બેસી આપી પરિક્ષા

ભવન અને સીટના અભાવમાં જીએસની પરીક્ષામાં પરિક્ષાર્થીઓએ પોર્ચ, જમીન અને સીડી, ઘરની નીચે બેસી પરિક્ષા આપી. પરિક્ષાની આ સ્થિતિથી માત્ર RLSY કોલેજ જ ન હતી, પરંતુ આ દશ્ય MJK કોલેજમાં પણ જોવા મળ્યા. અહીં અનેક પરિક્ષાર્થીને પ્રયોગશાળામાં ઉભા-ઉભા જ ટેબલ પર પરિક્ષા આપવા મજબુર બની ગયા હતા.

તે જ સમયે, RLSY કોલેજ કેન્દ્રીય નિરીક્ષક ડો. રાજેશ્વર પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, વધુ વિદ્યાર્થીઓ હોવાને કારણે, કેન્દ્રમાં અવ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ, જેથી મુશ્કેલીમાં વધારો થયો છે. મહાવિદ્યાલયમાં ભવનની ઉગ્ર ખામી છે. જેના માટે યુનિવર્સિટીના તમામ અધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમ છતા RLSY કોલેજમાં હજુ સુધી પરિક્ષા ભવન નથી બન્યું. જેના કારણે આ સમસ્યા વારંવાર થાય છે.

કોલેજ પાસે ઘણી જગ્યા છે, એકમાત્ર ખામી ભવનની છે. હાલત એ છે કે, વિદ્યાર્થીઓને કાર્પેટની જોગવાઈ કરવામાં આવી છે. ઉમેદવારોનું માનવું છે કે, કોલેજમાં બિલ્ડિંગના અભાવે પરીક્ષા આપવી મુશ્કેલ છે. જમીન પર બેસતી વખતે લેખનમાં મુશ્કેલીઓ આવે છે. જેના કારણે પરિણામ પર પણ અસર પડશે.

ABOUT THE AUTHOR

...view details