બિહારઃ બિહારમાં સતત વરસતા વરસાદના કારણે ગોપાલગંજ વાલ્મિકી નગર બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી જિલ્લા છ વિસ્તારના 52 ગામોમાં 25 હજારની વસ્તી અસરગ્રસ્ત છે. આ ગામોમાં પૂરનું પાણી ઝડપથી પ્રસરી રહ્યું છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધવા લાગી છે. કેટલાક લોકો ગામ છોડવા મજબૂર થયા છે. જ્યારે મોટાભાગના લોકો હજુ પણ પૂરના પાણીની વચ્ચે જીવી રહ્યાં છે, ત્યારે હજુ સુધી વહીવટી સુવિધાઓ તેમના સુધી પહોંચી નથી.
વાલ્મિકી નગરના બજારથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગંડક નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે નદી કાંઠે વસતાં લોકોની ચિંતા વધી રહી છે. ભયચિહ્નથી 8 મીટરથી ઉપર થતાં વહીવટી તંત્રએ હાઈ-એલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે ગંડકની જળસ્તર નીચલા વિસ્તારમાં ફેલાતા 6 વિસ્તારના 52 ગામની 25 હજાર વસ્તી પ્રભાવિત થઈ છે.