રાજસ્થાન: ભરતપુરમાં ગુટખા નહીં આપવાના કારણે કેટલાક લોકોએ ગર્ભવતી મહિલા પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત મહિનાની ગર્ભવતી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પહાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધીમરી ગામમાં ગુટખા નહીં આપતા હોબાળો મચી ગયો હતો. તે દરમિયાન એક તરફના લોકોએ ગર્ભવતી મહિલા પર હુમલો કર્યો હતો. જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને ગંભીર હાલતમાં પહાડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં મહિલાનો ગર્ભપાત થયો હતો. ગર્ભપાત પછી, ડોકટરોએ નવજાતને મૃત જાહેર કર્યું હતું.
ગુટખા નહીં આપતાં ગર્ભવતી મહિલા પર હુમલો, બાળકનું મોત - rajsathan
રાજસ્થાનના ભરતપુરના એક ગામમાં દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ ગુટખા નહીં આપતાં ગર્ભવતી મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલાને ગર્ભપાત થઈ જતાં બાળતનું મોત થયું હતું.

શરમજનક: ગુટખા ન આપતાં ગર્ભવતી મહિલા પર હુમલો, ગર્ભાશયમાં રહેલા બાળકનું મોત
પોલીસના જણાવ્યા મુજબ પીડિતાએ આરોપી સામે ફરિયાદ કરી છે. પોલીસે નવજાતનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.