નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 2089 કેસ નોંધાયા છે. શુક્રવારે કોરોનાથી મરનાર લોકોના સંખ્યા 42 હતી. આ સાથે કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,09,140 થઈ છે, કુલ મૃત્યુનો આંકડો 3300 છે.
દિલ્હીમાં 24 કલાકમાં 2089 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 1,09,140 - દિલ્હી કોરોનાના સમાચાર
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2089 કેસ નોંધાયા છે. જેથી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,09,140 થઈ છે.
દિલ્હીમાં 24 કલાકમાં 2089 નવા કેસ નોંધાયા
દિલ્હી સરકારે માહિતી આપી હતી કે, શુક્રવારે રાજધાનીમાં કુલ 10129 RT-PCR અને 12832 રેપિડ એન્ટિજેન પરીક્ષણો કરવામાં આવ્યા છે. દિલ્હીમાં કોરોના વાઇરસના કુલ 747109 ટેસ્ટ થયા છે.
પૂર્વ દિલ્હીની સૌથી મોટી કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં ICU બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અહીં 450 નવા બેડ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. હોસ્પિટલના વહીવટીતંત્રના જણાવ્યા મુજબ હાલમાં 1500 બેડ છે, જેમાંથી 60 જેટલા ICU સુવિધાથી સજ્જ છે.