નવી દિલ્હીઃ શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કલાકના સમયમાં કોરોનાના નવા 1,404 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા અપડેટ મુજબ, 24 કલાકમાં 1,130 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 16 લોકોના મોત થયાં છે.
દિલ્હીમાં 24 કલાકમાં કોવિડ-19ના 1,404 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાયરસની સારવાર
શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1,404 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,130 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
નવા નોંધાયેલા કેસના કારણે દિલ્હીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,44,127 થઇ છે. જેમાંથી 1,29,362 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ દિલ્હીમાં 10,667 સક્રિય કેસ છે અને 4,098 લોકોના મોત થયા છે. આ ઉપરાંત દિલ્હીમાં અત્યાર સુધી 11,68,295 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં શનિવારે કોરોના વાઇરસ સંક્રમણના 1,404 નવા કેસ સામે આવ્યા છે. જ્યારબાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1.44 લાખને પાર પહોંચી છે. શનિવારે દિલ્હી આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટિન મુજબ, ગત 24 કલાકમાં કોવિડ-19ના વધુ 16 દર્દીના મોત થયાં છે. જેથી કુલ મરનારા લોકોની સંખ્યા વધીને 4,098 થઇ છે.