મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં આંતકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે CRPFના કાફલા પર આત્મધાતી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જેના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આંતકી સંગઠનના લોન્ચ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં એક ભારતીય વિંગ કમાન્ડર લાપાત થઈ ગયો હતો. જેના વિશે પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ પાયલટ અમારી કસ્ટડીમાં છે. જેથી ભારતે પાકિસ્તાનને પાયલટને પરત આપવા કહ્યું હતું.
પાકિસ્તાન ઝૂક્યું, કહ્યું- અમે ભારતીય પાયલટને મુક્ત કરીશું - pakistan
નવી દિલ્હી: પાકિસ્તાનના PM ઈમરાન ખાને સંસદના સંયુક્ત સત્રમાં એક મોટી જાહેરાત કરી છે. જેમાં ઈમરાને કહ્યું કે, ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિંનદને આવતી કાલે એટલે કે શુક્રવારે મુક્ત કરવામાં આવશે.

સ્પોટ ફોટો
હવે પાકિસ્તાને જીનિવા સંધિને ધ્યાનમાં રાખી પાયલટને મુક્ત કરવાની વાતા કરી હતી. પાકિસ્તાનના PM ઈમરાન ખાન ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં ઇમરાને કહ્યું કે, અમે કોઈ લડાઈ નથી ઇચ્છતા, જેથી આવતીકાલે મેં PM મોદી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમે આ પ્રયત્ન કરીએ છીએ તેને, કમજોરીના સમજવામાં આવે.