ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અશોક લવાસાના આરોપ પર ECનો મહત્વનો નિર્ણય, રેકોર્ડ અસહમત થશે - ASHOK LAVASA

નવી દિલ્હી: ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ આચાર સંહિતા સંબંધિત પ્રશ્નો કર્યા હતા. જેના પર ચૂંટણી પંચની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં 2-1  રેશિઓથી નક્કી થયુ છે કે ઓશોક લવાસાએ આચાર સંહિતા સાથે જોડાયેલા કેસને સાર્વજનિક કરવાની માગ કરી છે, જે પૂરી નહીં થાય, પરંતુ કમિશન અસહમતિના રેકોર્ડ કરવા પર સહમત થઇ ગયુ છે.

અશોક લવાસાના આરોપ પર ECનો મહત્વનો નિર્ણય, રેકોર્ડ અસહમત થશે

By

Published : May 22, 2019, 9:11 AM IST

મંગળવારના રોજ થયેલી બેઠકમાં નક્કી થયુ છે કે આવા કેસોમાં બધા જ સભ્યોના વિચારોને નિકાલ પ્રક્રિયાનો ભાગ બનાવવા જોઇએ. સહમતિ અને અસહમમતિના વિચારોને નિકાલ પ્રક્રિયાની ફાઇલોમાં દાખલ કરવામાં આવશે.

ચૂંટણી કમિશને "અસહમતિના મત" ના નિર્ણયને ભાગ બનાવવામાંથી પણ મનાઇ ફરમાવી છે. કમિશને આ કેસને હાજર વ્યવસ્થાને જાળવી રાખતા કહ્યું કે અસહમતિ અને અલ્પમતના નિર્ણયને આયોગના નિર્ણયમાં સામેલ કરી સાર્વજનિક કરવામાં આવશે નહિં.

ચૂંટણી પંચે અશોક લવાસાએ ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરીયાદની નિકાલમાં કમિશનના સભ્યોની "અસહમતિના મત" ને નિર્ણયનો ભાગ બનાવવાની માગ કરી છે. તેને બહુમતના આધાર પર અસ્વીકાર કર્યો છે.

અશોક લવાસાએ આરોપ લગાવ્યો હતો કે આચાર સંહિતા સાથે જોડાયેલા કેસોમાં PM મોદી અને અમિત શાહને ક્લીન ચીટ આપવાના નિર્ણયમાં તેને કોઇ વિચાર કર્યો નથી.

તેનુ કહેવુ છે કે આ કેસમાં કોઇ રેકોર્ડને નોંધવામાં આવ્યો નથી. તેઓએ કહ્યું હતુ કે આચાર સંહિતા સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને સાર્વજનીક કરવામાં આવે.

આયોગના એક અધિકારીએ આ નિર્ણયને સ્પષ્ટ કરતા કહ્યું કે આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરીયાદોના નિકાલમાં બધા જ સભ્યોના મત કમિશનની પહેલાની બેઠકના રેકોર્ડમાં દાખલ થશે, પરંતુ દરેક ઉમેદવારના મત કમિશનના નિર્ણયનો ભાગ બનાવવામાં ન આવે.

ABOUT THE AUTHOR

...view details