આ અંગે ઇટીવી ભારત સુખીભવએ મુંબઇમાં બોરીવલી સ્થિત પ્રફુલ્લતા સાઇકોલોજીકલ વેલનેસ સેન્ટર ખાતેનાં કેરિયર કાઉન્સેલર તથા કોફી કન્વર્ઝેશન્સ, માઇન્ડઆર્ટ, માઇન્ડસાઇટ ખાતે સાઇકોલોજીસ્ટ અને પ્લે થેરેપિસ્ટ તરીકે સેવા પૂરી પાડતાં કાજલ યુ. દવે સાથે વાતચીત કરી હતી, જેના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ
તો આ કિસ્સામાં, છાયાને શું સમસ્યા છે? આપણે સૌએ એ કહેવત સાંભળી જ છે કે, “અન્ન તેવો ઓડકાર”. ભોજન આપણા મૂડ પર કેવી અસર ઉપજાવે છે, તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આપણો મૂડ અને આપણા વિચારો પણ આપણને ભોજનની પસંદગી કરવા માટે ઉત્તેજન આપે છે, પછી તે આહાર આરોગ્યપ્રદ હોય કે બિનઆરોગ્યપ્રદ. તમે તમારી જાતને પૂછો કે, જ્યારે તમે અત્યંત પ્રસન્ન હોવ છો, ત્યારે તમે કયો ખોરાક લેવાનું પસંદ કરો છો? તમે દુઃખી હોવ કે ક્રોધિત હોવ અથવા તો નિરાશ હોવ, તે સમયે તમે કેવું ભોજન લેશો? જવાબ છે, પેક ફૂડ અથવા આઇસક્રીમ ટબ અથવા તો કશુંક આડું-અવળું. વાસ્તવમાં, આવી સ્થિતિમાં આપણે ભોજનમાં રાહત શોધવાનો પ્રયત્ન કરતાં હોઇએ છીએ. આપણને લાગે છે કે, કોઇપણ સમસ્યાનો ઉકેલ કામચલાઉ રીતે ભોજનમાં મળી શકે છે. સામાન્યપણે આપણે તે માટે – ઇમોશનલ ઇટર એવો શબ્દ પ્રયોજીએ છીએ. છાયા સાથે પણ આવું જ બનતું હતું, જ્યારે પણ તેની સામે સમસ્યા આવે, ત્યારે તે ભોજનમાં રાહત શોધતી હતી. ખાસ કરીને કિશોર વય અને પુખ્ત વયના પ્રારંભમાં આ વલણ પ્રચલિત છે.
જ્યારે આપણે ભોજનમાં સહારો શોધીએ છીએ, ત્યારે વાસ્તવમાં શું થયું હોય છે, તે સમજીએ. અન્ય ઘણાં લોકો જ્યારે ક્રોધ અનુભવે કે હતાશ થઇ જાય, ત્યારે તેઓ ભોજન લેવાનું ટાળે છે. પરંતુ, ઘણાં લોકો એવા પણ હોય છે, જેમને ભોજન લેવાથી રાહતનો અનુભવ થાય છે. આ પાછળ ઘણાંક રણો જવાબદાર હોય છે, જેમ કે, અન્ય લોકોને પોતાની લાગણી ન જણાવી શકવી અથવા તો પોતાની લાગણીઓને રૂંધી નાંખવી અને ખોરાકને એક મદદગારસ્વરૂપે જોવો. કેટલીક વવખત ચોક્કસ પરિસ્થિતાં આત્મવિશ્વાસનો અભાવ વર્તાવો, જેમ કે, મહત્વની પરીક્ષા કેવી રીતે પાસ કરવી, તેની ખાતરી ન હોય. આ ઉપરાંત કોઇ તણાવગ્રસ્ત પરિસ્થિતિ અથવા તો પરિણામ વિશે ચિંતાની લાગણી થતી હોય, તે સમયે પણ ‘ઇમોશનલ ઇટિંગ’નું વલણ જોવા મળે છે. આ ઉપરાંત નિષ્ક્રિયતાની સ્થિતિમાં અને વ્યક્તિ કોઇ સકારાત્મક કાર્ય કે બાબત પર પોતાની ઊર્જાને કામે લગાડવા માટે સક્ષમ ન હોય, ત્યારે પણ અનિયંત્રિત ભોજનનું વલણ જોવા મળે છે. સામાન્ય રીતે, આપણે આપણા મૂડના આધારે ભોજનની પસંદગી કરતાં હોઇએ છીએ. જો આપણે ખૂબ ખુશ હોઇએ, તો થોડું વધુ આરોગીએ છીએ. તે જ રીતે, જ્યારે આપણે વધતા વજનને લઇને ચિંતિત હોઇએ, તો આપણે ભોજન કરવાનું ટાળીએ છીએ કે પછી જુદા જ પ્રકારનું ભોજન લઇએ છીએ, જે આપણા શરીરને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે આપણાં મન અને હોર્મોન્સ પર પણ વિપરિત અસર ઉપજાવે છે. વળી, વ્યક્તિ પરફેક્ટ ઇમેજ અને દેખાવ ધરાવવાની ઇચ્છા રાખતી હોવાથી તે સ્વયંની તેના ખાસ મિત્રો સાથે બિન-વાસ્તવવાદી સરખામણી પણ કરતી હોય છે. આથી, જ્યારે આપણે અઢળક અપેક્ષાઓથી ઘેરાયેલા હોઇએ, ત્યારે આપણે સ્વયં પર ઘણું દબાણ અને ભારણ પણ ઊભું કરતાં હોઇએ છીએ, જેના કારણે થાક અનુભવીએ છીએ અને આ વિષચક્ર સતત ચાલતું રહે, ત્યારે સ્વયં વિશે ખરાબ લાગણી અનુભવીએ છીએ. આથી, આ સ્થિતિમાં શું કરવું જોઇએ, તેની સમજૂતી મેળવવી જરૂરી છેઃ
તમે જે પણ આરોગો છો, તે અંગે સાવચેત રહો અને ગેજેટ્સનો ઉપયોગ ટાળો, તેને સ્થાને ઓછામાં ઓછું એક વખત પરિવારના સભ્યો સાથે બેસવાની આદત કેળવો.