ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનના ભાવિ પર COVID-19ની અસર - એડવાન્સ મેન્યુફેક્ચરિંગ

કોરોના વાઇરસે જગતભરના અર્થતંત્રને હચમચાવી દીધા છે. ચીને ડિસેમ્બર 2019માં રોગચાળો ફેલાયો હોવાનું પ્રથમવાર દુનિયાને જણાવ્યું તે પછી ધીમે ધીમે આર્થિક ગતિવિધિની ગાડી અટકવા લાગી હતી. તે પછીના મહિને વિશ્વના ઔદ્યોગિક ઉત્પાદન માટે જાણીતા એક પછી એક પ્રદેશોમાં મહામારી ફેલાઇ અને તેના કારણે કાચા માલના પુરવઠાનો પ્રવાહ અટકી પડ્યો અને ઉત્પાદન થંબાવી દેવું પડ્યું.

ો
એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનના ભાવિ પર COVID-19ની અસર

By

Published : Jun 22, 2020, 7:28 PM IST

હૈદરાબાદઃ આમાંના કેટલાક ઉત્પાદન કેન્દ્રોને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે માન્યતા પણ આપેલી છે. અમેરિકામાં ત્રણ જાણીતા ઔદ્યોગિક ઉત્પાદનના કેન્દ્રો ડેટ્રોઇટ, મિશિગન અને ન્યૂ ઇંગ્લેન્ડ પર અસર થઈ. ઇટાલીના લૉમ્બાર્ડી પ્રદેશમાં કામકાજ થંભ્યું. તુર્કીના ઇસ્તંબુલ અને સ્પેનના બાસ્ક વિસ્તારમાં રોગચાળાએ કારખાનાને તાળા મરાવ્યા. ડેનમાર્કના કોપનહેગન અને દક્ષિણ કોરિયામાં ઉલ્સાનમાં મશીનો ધમધમતા અટકી પડ્યા.

બહુ ઝડપથી ફેલાયેલા વૈશ્વિક રોગચાળાને કારણે અમેરિકામાં દ્વિતિય વિશ્વ યુદ્ધ પછીનું મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. તેના કારણે પુરવઠાનો પ્રવાહ અટકી પડશે અને નાણાં બજારને ફરીથી ચેતનવંતી નહિ કરી શકાય તો મંદી બેસી જશે તેવી ચિંતા પણ પ્રગટ થઈ.

એ જ રીતે તુર્કી, ઇટાલી, ડેન્માર્ક અને સ્પેનમાં COVID-19ની ઘેરી અસર તે દેશોના અર્થંતંત્ર પર પડી છે. ખાસ કરીને રોગચાળાને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સૌથી મોટું નુકસાન થયું છે.

ઘણા બધા ઔદ્યોગિક એકમો રોગચાળો ફેલાયો તે પહેલાંથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેવે વખતે આ નવી આફત આવી પહોંચી છે. એક્સચેન્જ રેટમાં ભારે વધવટ, ઊંચા વ્યાજ દર અને બેન્કોના ધિરાણમાં નકારાત્મકતા આ બધી મુશ્કેલીઓ હતી જ. તે પછી રોજેરોજ ચેપના કેસોની સંખ્યા વધવા લાગી અને મૃત્યુઆંક પણ વધવા લાગ્યો. તે સાથે જ લોકોમાં ભય ફેલાયો હતો અને ઉત્પાદન એકમોએ ચેપ ફેલાતો અટકાવવા માટે પગલાં લેવાં પડ્યાં હતાં.

ચેપના કારણે તાત્કાલિક નાગરિકોને શું જોખમ છે તેની ચિંતા ઉપરાંત લાંબા ગાળે મોટી મંદી બેસે તેની પણ ચિંતા છે. નાના અને મધ્યમ કદના એકમો (SME)ને સૌથી વધુ અસર થઈ છે. ચીન, ઇટાલી અને અમેરિકામાં લૉકડાઉન હતું, પણ તેવું લૉકડાઉન દક્ષિણ કોરિયામાં નહોતું. 2015માં MERS રોગચાળો ફેલાયો હતો તેનો અનુભવ ધ્યાનમાં રાખીને દક્ષિણ કોરિયાએ ઝડપથી કાર્યવાહી કરી હતી અને બહુ ઝડપથી મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.

સાથે જ મોટા પાયે માસ્કનું વિતરણ અને લોકો વચ્ચે અંતર જાળવવા માટેના તથા આઇસોલેશનના નિયમોના કારણે દક્ષિણ કોરિયા રોચગાળાને કાબૂમાં રાખી શક્યો. વચ્ચેના તબક્કે ચેપના ઝડપી ફેલાવા છતાં દક્ષિણ કોરિયા રોગચાળાને કાબૂમાં રાખી શક્યો અને તેના માટે દેશે આર્થિક ગતિવિધિઓને બંધ કરવાની જરૂર પડી નહોતી. જોકે માંગ ઘટી તેના કારણે દક્ષિણ કોરિયાના ઉત્પાદન એકમોને પણ અસર તો થઈ જ છે.

અમેરિકામાં મિશિનગ અને ન્યૂ ઇંગ્લેન્ડમાં ઘણા બધા એકમો ખુલ્લા રહ્યા હતા અને રોગચાળો ના ફેલાય તે માટેની કાળજી લીધી હતી. જોકે તે પછીય પડકારો તો ઊભા થયા જ હતા. મિશિગનમાં ઓટોમેશન એલી નામની નોન-પ્રોફિટ કંપનીએ જણાવ્યું કે તેમણે કંપનીઓને અન્ય ઉત્પાદન તરફ વાળવાનો પણ પ્રયાસ કર્યો હતો. લગભગ 1,100 જેટલી ટેક્નોલૉજી અને ઉત્પાદન એકમોએ જુદા જુદા ઉપાયો અજમાવ્યા હતા.

તેમાં ડેટ્રોઇટની ઓટો કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડ મોટર કંપની વગેરે અગ્રસ્થાને હતા. કાર ઉત્પાદન કરતી આ કંપનીઓએ રોગચાળામાં જેની સૌથી વધારે જરર હતી તે વેન્ટિલેટર્સના ઉત્પાદન પર ધ્યાન આપ્યું હતું. ફેસ શિલ્ડ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરાયું. વ્હિસ્કી વગેરે બનાવતી કંપનીઓએ સેનેટાઇઝર્સ અને જંતુનાશકો બનાવવાનું શરૂ કર્યું હતું.

જોકે તદ્દન અલગ પ્રકારના ઉત્પાદન માટે એકમને તાત્કાલિક તૈયાર કરી લેવું બધી કંપનીઓ માટે શક્ય નથી હોતું. બીજું કે રોગચાળો હોય તેટલો સમય જ આ વસ્તુઓની માગ રહેશે અને પછી સામાન્ય સ્થિત આવી જાય તેથી મોટું રોકાણ પણ કરી શકાય નહિ. બીજું કે ફેસ માસ્ક અને શિલ્ડ વગેરેની માગણી તાત્કાલિક ઊભી થઈ હોય ત્યારે તેને તરત પહોંચી વળવાનું પણ મુશ્કેલ હોય છે.

ABOUT THE AUTHOR

...view details